અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. તેવામાં મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે ત્રણ માળના રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધી પૂરુ થઈ જશે અને પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ જી મહારાજે જણાવ્યું કે 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી અનુષ્ઠાન થશે. અમારા તરફથી પીએમઓને પત્ર લખવામાં આવ્યો અને તેનો જવાબ પણ આવી ગયો છે. હવે નક્કી થઈ ચુક્યું છે કે 22 જાન્યુઆરીએ પીએમ મોદી અયોધ્યા આવશે તો પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે થશે. આ કાર્યક્રમ માટે અન્ય લોકોને પણ બોલાવવામાં આવ્યા છે. 


સંવિધાન બનાવવામાં કેટલા વર્ષ લાગ્યા હતા? Constitution ને ઓળખું જાણો છો તમે


કોર્ટે 2019માં મંદિરના નિર્માણને લીલી ઝંડી આપી હતી
તમને જણાવી દઈએ કે 2019ના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. આ સિવાય કોર્ટે કેન્દ્ર સરકારને નવી મસ્જિદના નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને વૈકલ્પિક પાંચ એકર જમીન ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 16મી સદીની બાબરી મસ્જિદ જ્યાં તોડી પાડવામાં આવી હતી તે વિવાદિત જમીનની 2.77 એકર કેન્દ્ર સરકારના રીસીવર પાસે રહેશે અને ચુકાદાના ત્રણ મહિનામાં મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટને સોંપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube