ઝી બ્યૂરો, અમદાવાદઃ પૌરાણિક માન્યતાઓ પ્રમાણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવની તિથિના રોજ અયોધ્યામાં થયો હતો. ત્યારથી ભગવાન શ્રીરામના જન્મદિવસને રામ નવમીના નામથી ઉજવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ram Navami 2021:  ચૈત્ર નવરાત્રિની નવમી તિથિ રામનવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે રામનવમીના દિવસે પ્રભુ શ્રી રામ (Lord Rama)એ રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. ભગવાન રામને ભગવાન વિષ્ણુના વંશજ માનવામાં આવ્યા છે. આ જ મુખ્ય કારણ છે કે ચૈત્ર નવરાત્રિની નવમી તિથિને રામનવમી પણ કહેવામાં આવે છે. અસત્ય પર સત્યની જીત અને ખરાબ પર સારાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસને દુનિયાભરના રામભક્ત ધામધૂમથી ઉજવે છે.


રામ નવમી તિથિ 2021:
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિનો પ્રારંભ 20 એપ્રિલના દિવસે મંગળવારે રાત્રે 12 કલાક અને 43 મિનિટથી છે. તેની પૂર્ણાહુતિ 21 એપ્રિલના દિવસે બુધવારે મોડી રાત્રે 12 કલાક 35 મિનિટ થશે. એવામાં રામ નવમીનું પર્વ કે ભગવાન રામને જન્મોત્સવ 21 એપ્રિલે ઉજવવામાં આવશે.


રામ નવમી 2021 મુહૂર્ત:
ભગવાન રામનો જન્મ ચૈત્ર શુક્લ નવમીના બપોરના સમયે થયો હતો. એવામાં ભગવાન રામનો જન્મોત્સવ બપોરે જ ઉજવવામાં આવશે. આ વર્ષે રામ નવમી જન્મોત્સવનું મુહૂર્ત 2 કલાક 35 મિનિટે છે. 21 એપ્રિલે સવારે 11 કલાક 2 મિનિટથી બપોરે 1 કલાક 38 મિનિટ સુધી મુહૂર્ત છે.


રામ નવમીનું મહત્વ:
રામ નવમીના દિવસે લોકો સ્નાન વગેરે કામ પૂરા કરીને વ્રતનો સંકલ્પ કરે છે. તેના પછી સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી વ્રત રાખે છે. રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામના વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં રામચરિતમાનસની ચોપાઈ સાંભળવા મળે છે. લોકો પોતાના મનોકામનાઓની પૂર્તિ માટે ભગવાન શ્રીરામના ચરણોમાં શ્રદ્ધાના પુષ્પ અર્પણ કરે છે. ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન રામનો જન્મ થયો, આથી આ તિથિનું મહત્વ વધારે છે. કેમ કે ભગવાન રામ તો સ્વયં જ ભગવાન વિષ્ણુનો અવતાર છે. આ દિવસે ભગવાન સ્વયં ધરતી પર જન્મ્યા હતા. એવામાં લોકો તેમની આરાધના કરીને પોતાની મનોકામનાઓ પૂરી કરી લેવા ઈચ્છે છે.


રામનોમનું વિશેષ પૂજન કરવાની વિધિ:
રામ નવમીના દિવસે બ્રહ્મ મુર્હુતમાં ઉઠીને દૈનિક ક્રિયા કરી ભગવાન રામનું ધ્યાન કરો અને સંકલ્પ લો. ત્યારબાદ રામનું ષોડશોપચાર પૂજન કરો. તુલસી પાન અને કમળનું ફૂલ ધરાવીને રામલલ્લાની મૂર્તિને માળા ફૂલથી સજાવીને પારણામાં ઝૂલાવો. પૂજા બાદ રામની આરતી કરીને નૈવેધ ધરાવો. ભગવાન રામને ખીર, ફળ અને અન્ય પ્રસાદ ધરાવો. પૂજા પછી હવન કરવાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તલ,જવ અને ગૂગલ ભેળવીને ઘરે જ નાનો હવન કરી શકાય. તેનાથી અદભૂત ઉર્જાનો સંચાર થાય છે અને પ્રભુ રામની કૃપા પ્રાપ્ત થાય છે.