અમન કપૂર/અંબાલાઃ બળાત્કારના અપરાધમાં જેલમાં કેદ ગુરમીત રામ રહીમની(Gurmeet Ram Rahim) કથિત પુત્રી હનીપ્રિતને (Honeypreet) બુધવારે અંબાલા સેન્ટ્રલ જેલમાંથી જામીન(Bail) પર છોડી મુકવામાં આવી છે. પંચકુલા કોર્ટે તેને જામીન આપ્યા છે. હનીપ્રિતને ડેરા પ્રમુખ રામ રહીમ દ્વારા સાધ્વી જાતીય શોષણ કેસમાં દોષી ઠેરવાયા પછી પંચકુલામાં ફાટી નિકળેલા રમખાણોના કેસમાં (Punchkula Violence Case) પંચકૂલા કોર્ટે જામીન આપ્યા છે. પંચકુલા રમખાણો સંદર્ભમાં દાખલ કરાયેલી FIR no.345માં હનીપ્રિતને જામીન આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચકુલા રમખાણ કેસમાં આરોપી હનીપ્રિતે 3 ઓક્ટોબર, 2017ના રોજ પંચકુલા પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું. હનીપ્રિત પર દેશદ્રોહની ધારાઓ લગાવાઈ હતી. છેલ્લી સુનાવણીમાં દેશદ્રોહની ધારાઓ દૂર કરવામાં આવી હતી. ત્યાર પછી જે ધારાઓ બચી હતી, તેમાં જામીન મળી શકે એમ હતું. 


બુધવારે હનીપ્રિતના વકીલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટે જામીનની અરજી મંજુર રાખી હતી. આ કેસમાં આરોપી હનીપ્રિત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહી હતી. અન્ય આરોપીને પ્રત્યોક્ષ રીતે કોર્ટમાં હાજર કરાયાહતા. આ કેસની આગામી સુનાવણી 20 નવેમ્બરમાં યોજાશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....