નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir)  નિર્માણને લઇને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે મહત્વની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં શિલાન્યાસની તારીખ ઉપરાંત મંદિરની ઉંચાઇ અને નિર્માણની વ્યવસ્થાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ કાર્યની તૈયારી પૂરી થઈ ગઇ છે. એવામાં ભૂમિ પૂજન બાદ કાર્ય શરૂ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી જાણકારી અનુસાર, 3 અથવા 5 ઓગ્સટ ભૂમિ પૂજનની સંભવિત તારીખ હોઇ શકે છે. રામ મંદિરના ભૂમિ પૂજનમાં પીએમ મોદીના સામેલ થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે 2014 લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત પીએમ મોદી અયોધ્યા આવી શકે છે.


આ પણ વાંચો:- રાજસ્થાન CM ગેહલોતના નજીકના મિત્રોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, કરોડોની રોકડ-જ્વેલેરી જપ્ત


ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે, રામ મંદિર નિર્માણ માટે તારીખો સૂચવવામાં આવી છે, પીએમઓ અંતિમ નિર્ણય લેશે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે મંદિરના મોડલની ઉંચાઈ વધારવામાં આવશે. સૂચિત રામ મંદિરનું મોડેલ 128 ફૂટ ઉંચું છે, હવે તેને વધારીને 161 ફૂટ ઉંચું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે ગર્ભગૃહની આસપાસ હવે 5 ગુંબજ બનાવવામાં આવશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હજી  જમીનની તાકાત કેટલી છે, તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. ત્યારબાદ નિર્ણય લેવાશે કે, કેટલા પાયો નાખવામાં આવશે. 60 મીટર નીચેથી જમીનના નમૂનાઓ લેવામાં આવશે. આ કામ પર લાર્સન એન્ડ ટ્યુબ્રો કંપની કામ કરી રહી છે.


આ પણ વાંચો:- હિંદ મહાસાગરમાં ભારતીય સેનાનો યુદ્ધાભ્યાસ, ચીનને જવાબ આપવાની તૈયારી


કેટલા દિવસમાં થશે મંદિર નિર્માણ
મળતી માહિતી મુજબ, રામ મંદિરનું નિર્માણ શરૂ થશે, ત્યારથી આશરે ત્રણ કે સાડા ત્રણ વર્ષનો સમય લાગશે. આ ઉપરાંત મંદિર નિર્માણ માટે સોસાયટીમાંથી નાણાં એકઠા કરવામાં આવશે.


 


આ પણ વાંચો:- અમરનાથ યાત્રા પર આતંકી ખતરો, જાણો શું છે કાશ્મીરમાં આતંકનો 'કોડ 130'


બેઠકમાં તૈયાર થશે રૂપરેખા
રામ મંદિર નિર્માણની બેઠકમાં ભૂમિ પૂજન કાર્યક્રમને લઇને સંપૂર્ણ રૂપરેખા તૈયાર થશે. ભૂમિ પૂજનમાં પીએમ મોદીની સાથે સામેલ થનાર અન્ય અતિથિઓનું પણ લિસ્ટ બનાવવામાં આવશે. સંઘ પ્રમુખ મોહન ભાગવતના પણ ભૂમિ પૂજનમાં સામેલ થવાના સમાચાર છે.


વિહિપની કેન્દ્રીય ટીમ, દેશના પ્રમુખ સાધુ સંત અને અયોધ્યા આંદોલન સાથે જોડાયેલા લોકોને કાર્યક્રમમાં બોલાવવામાં આવશે. આ ઉપરાંત તેમના પરિવારને પણ બોલાવવાની તૈયારી છે જેમના સંભ્યોનું અયોધ્યા આંદોલનમાં મોત થયું છે. ગર્ભગૃહ પર રામ મંદિરનું નિર્માણ કાર્યની શરૂઆતની સાથે સાથે 67 એકર વિસ્તારમાં રામ મંદિર પરિસર પર પણ કામ શરૂ થશે.


આ પણ વાંચો:- રાજસ્થાન ફોન ટેપીંગ કેસ: મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપએ કહ્યું- કોઈ ફરિયાદ મળી નથી


જાણો કોણ કોણ થશે સામેલ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ અયોધ્યામાં શનિવારના આ બીજી બેઠક છે. ટ્રસ્ટની રચના બાદ પ્રથમ બેઠક દિલ્હીમં યોજાઇ હતી. આજની ટ્રસ્ટની બેઠકમાં 15 ટ્રસ્ટીઓમાંથી 12 ટ્રસ્ટી હાજર છે.


પ્રાપ્ત જાણકારી અનુસાર, 3 ટ્રસ્ટી વર્ચુઅલ આધાર પર બેઠકમાં સામેલ થઇ રહ્યાં છે. આજની બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી જી મહારાજ, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર, ટ્રસ્ટી યુગપુરૂષ પરમાનંદ ગિરી મહારાજ, ટ્રસ્ટીઓ વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, ડો.અનિલ મિશ્રા, કામેશ્વર ચૌપાલ, મહંત દિનેન્દ્રદાસ, ભારતના ગૃહ વિભાગના અધિક સચિવ જ્ઞાનેશ કુમાર આઈએએસ, અધિક મુખ્ય સચિવ ઉત્તર પ્રદેશના નિમાયેલા સભ્ય અવનીશ અવસ્થી આઈએએસ અને અયોધ્યાના જિલ્લાધિકારી અનુજા કુમાર ઝા આ બેઠકમાં સામેલ થશે. 


ત્યારે વર્ચુઅલ આધાર પર વરિષ્ઠ એડવોકેટ કે.પારાસરન, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ, સ્વામી વિશ્વપ્રસન્ન તીર્થ જી મહારાજ હાજર રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube