પાસવાને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, સીધી 2024ની જ તૈયારી કરવા જણાવ્યું
કેન્દ્રીય મંત્રી અને એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, એનડીએની સરકાર 2019માં યથાવત્ત રહેશે. જો વિચારવું છે તે 2024ના માટે અત્યારથી જ વિચારવાનું ચાલુ કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે 2019માં કોઇ પણ પ્રકારના પડકાર નથી. રામવિલાસ પાસવાને પોતાની આ ટીપ્પણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં તે નિવેદન પર આપી છે.
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અને એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, એનડીએની સરકાર 2019માં યથાવત્ત રહેશે. જો વિચારવું છે તે 2024ના માટે અત્યારથી જ વિચારવાનું ચાલુ કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે 2019માં કોઇ પણ પ્રકારના પડકાર નથી. રામવિલાસ પાસવાને પોતાની આ ટીપ્પણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં તે નિવેદન પર આપી છે.
જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ રાજગ સામે મેચ માટે વિપક્ષી દળ એક થશે. આ નિવેદન અંગે પાસવાને વિપક્ષી દળો અને રાહુલ ગાંધીનો ઉપહાસ ઉડાવતા કહ્યું હતું કે, 2019નાં બદલે તેમને 2024ના સંસદીય ચૂંટણી માટે ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન બીપી મંડળની 100મી જયંતીના ઉપલક્ષ્યમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. જ્યાં તેમણે કહ્યું કે, બીપી મંડળ પંચના નામથી ચર્ચિત કમિટીના પ્રમુખ હતા. તેમનાં રિપોર્ટથી અન્ય પછાત સમુદાયો માટે અનામતની રાહ તૈયાર થઇ હતી.
કેન્દ્રીય મંત્રી પાસવાવે ઓબીસી મસીહા હોવાનો દાવો કરનારા નેતાઓ પર પણ નિશાન સાધતા કહ્યું કે, સમુદાય માત્ર બે મસીહા જ થયા છે એક મંડળ અને બીજા પુર્વ વડાપ્રધાન વીપીસિંહ, જેમણે તેમના રિપોર્ટને લાગુ કર્યો. તેમણે કહ્યું કે, સિંહે ત્યારે પોતાનાં રાજનીતિક કેરિયરને દાવ પર લગાવ્યું અને લહેરની વિરુદ્ધ જવાનો નિર્ણય કર્યો જ્યારે તેમણે જાહેરાત કરી કે તેમની સરકાર રિપોર્ટને લાગુ કરશે. તેમણે તેને ખુબ જ સાહસિક નિર્ણય ગણાવ્યો હતો.
બીજી તરફ કોંગ્રેસ પર હૂમલો કરતા રામવિલાસ પાસવાને કહ્યું કે, પાર્ટીના નેતૃત્વવાળી સરકારો 1980માં સુપુર્દ કરાયેલા રિપોર્ટને દબાવી રાખ્યો અને તેમણે આ અંગે કોઇ જ પગલું ન ઉઠાવ્યું. આ કારણે ઓબીસી અનામત મળવામાં ઘણો લાંબો સમય લાગ્યો.