નવી દિલ્હી: રાજનૈતિક માહોલને સારી રીતે સંભાળવામાં મહિર એવા લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાનનું નામ છ જેટલા પ્રધાનમંત્રીઓ સાથે કેબિનેટમાં મંત્રી તરીકે કામ કરવાનો બહોળો અનુભવ છે. પાસવાને ગુરુવારે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. પાસવાન(72)ની રાજનૈતિક સફરની શરૂઆત 1960માં બિહાર વિધાનસભાના સભ્ય તરીકે થઇ હતી અને 1977માં લોકસભા ચૂંટણીથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમણે હાજીપુર સીટ પર ચાર લાખ જેટલા રેકોર્ડ મતોથી વિજય મેળવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1989માં વિજય બાગ તેમણે વીપી સિંહના કેબિનેટમાં પહેલી વાર તેઓ મંત્રી તરીકે જોડાયા હતા. એક દશમાંજ તેઓ એચડી દેવગૌડા અને આઇ. કે ગુજરાલની સરકારોમાં તે રેલમંત્રી બન્યા હતા. 1990ના દશકમાં જનતાદળ સાથે પાસવાને જોડાણ કર્યું હતું. તેમણે ભાજપની સમકક્ષ પાર્ટી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન: રાજગ: નો સાથ આપ્યો અને તેઓ સંચાર મંત્રી બન્યા હતા અને પછીતેઓ અટલજીના નેતૃત્વમાં બનેલી સરકારમાં તેઓ કોસલા મંત્રી બન્યા હતા. બાબુ જગજીવન રામ મંદિર બાગ બિહારમાં દલિત નેતા તરીકે ઓળખ બનાવી હતી. અને આગળ વધીને તેમણે પોતાની લોક જનશક્તિ પાર્ટીની સ્થાપના કરી હતી.


સુષમા સ્વરાજ નહિં બને મોદી કેબિનેટનો ભાગ, હવે કોણ બનશે વિદેશ મંત્રી?


તેમણે 2002માં ગુજરાતમાં થયેલા દંગાઓ બાદ વિરોધમાં તેઓ રાજગ સાથે છેડો ફાડીને કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું. બે વર્ષમાં જ સત્તા પર આવનારી મનમોહન સિંહની સરકારમાં તેઓ રસાયણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ 2009ની લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીની હાર થઇ અને તેમને મંત્રી પદ ન મળ્યું. પાસાવાન તેમના ગઢ હાજીપુરમાં જ હાર્યા હતા.



2014માં લોકસભા ચૂંટણીમાં પહેલા ભાજપે મુખ્યમંત્રી નીતીશ કુમારની જદયુનો સાથ નહિ આપતા તેમનું જોડાણ ફરીવાર ભાજપમાં થયું અને બિહારમાં લડવા માટે તેમની પાર્ટીને સાત સીટો આપવામાં આવી હતી. લોજપ 6 સીટો પર વિજયી થઇ હતી. પસાવાન તેમને દિકરો ચિરાગ અને ભાઇ રામચંદ્રનો પણ વિજય થયો હતો.