નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રામાયણ પર વિશેષ સત્રનું આયોજન થશે. રામાયણમાંથી લીડરશીપની કળા શીખવા માટે 2 અને 3 મેના રોજ જેએનયુમાં વિશેષ સત્રનું આયોજન સાંજે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી થશે. આ વાતની જાણકારી જેએનયુના વીસી એમ.જગદીશકુમારે ટ્વીટ કરીને આપી. 


જેએનયુના વીસી એમ.જગદીશકુમારે ઝી ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું કે રામાયણમાંથી નેૃતૃત્વનો ગુણ શીખવા માટે એક વેબિનારની જરૂરિયાત એટલા માટે છે કારણ કે મહાત્મા ગાંધીએ પોતે કહ્યું હતું કે ભગવાન રામથી મહાન કોઈ નથી. રામ નિરાકાર છે અને સમયથી કરતા ઘણા ઉપર છે. ગાંધીજીએ એમ પણ કહ્યું હતું કે ભગવાન રામે સત્ય, ન્યાય અને સમાનતાને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અપનાવવાનું શીખવાડ્યું છે. આ કોરોના સંકટકાળમાં પણ આપણે રામાયણથી ઘણું શીખી શકીએ છીએ. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube