મુંબઈ: ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના નિશાના પર છે. એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક તેમના પર સતત આરોપ લગાવી રહ્યા છે. હવે રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ મામલે એનસીબી ઓફિસર સમીર વાનખેડેનો બચાવ કર્યો છે. એટલું જ નહીં આઠવલેએ વાનખેડે પર લાગેલા તમામ આરોપ પાયાવિહોણા ગણાવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ અને પિતા ધ્યાનદેવ વાનખેડેએ રામદાસ આઠવલેની આજે મુલાકાત કરી. રામદાસ આઠવલેએ કહ્યું કે વાનખેડે પર નવાબ મલિકના આરોપ નિરાધાર છે. તેમાં કોઈ તથ્ય નથી. સમીર વાનખેડે દલિત છે. તેઓ દલિત સમાજથી આવે છે. તેમના પર જાણી જોઈને રોજ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમના પર આરોપ લગાવીને સમગ્ર દલિત સમાજને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. અમારી પાર્ટી સમીર વાનખેડેની સાથે છે. તેમને કોઈ નુકસાન પહોંચવા દઈશું નહીં. 


આઠવલેએ કહ્યું કે આરપીઆઈ તરફથી હું નવાબ મલિકને કહેવા માંગુ છું કે સમીર અને તેના પરિવારને બદનામ કરવાની કોશિશ બંધ કરો. જો તેઓ કહી રહ્યા છે કે સમીર મુસલમાન છે, તો તેઓ પણ મુસલમાન છે. તો પછી આરોપ કેમ લગાવી રહ્યા છે?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube