આઠવલેનાં તુકબંધી ભાષણને સાંભળી PM મોદી અને રાહુલ હસી હસીને લોટપોટ થઇ ગયા
કેન્દ્રીય સમાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે ભાજપ સાંસદ ઓમ બિરલાનાં લોકસભાનું સ્પીકર પસંદ થયા બાદ જ્યારે શુભકામના આપવા માટે લોકસભામાં ઉભા થયા તો તેમના ભાષણનાં દરેક શબ્દ પર વડાપ્રધાન મોદી સહિત સમગ્ર સત્તાપક્ષ અને વિપક્ષ હસી રહ્યું હતું. આઠવલેએ પોતાનાં ભાષણને તુકબંધી તરીકે ચાલુ કર્યું અને કહ્યું કે, ભલે તેમની રિપલ્બિકન પાર્ટી (એ) નો એક પણ સાંસદ ચૂંટાઇને ન આવ્યો હોય પરંતુ તેઓ દળની તરફથી ઓમ બિરલાને શુભકામના પાઠવે છે. આઠવલે રાજ્યસભા સાંસદ છે.
નવી દિલ્હી : કેન્દ્રીય સમાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે ભાજપ સાંસદ ઓમ બિરલાનાં લોકસભાનું સ્પીકર પસંદ થયા બાદ જ્યારે શુભકામના આપવા માટે લોકસભામાં ઉભા થયા તો તેમના ભાષણનાં દરેક શબ્દ પર વડાપ્રધાન મોદી સહિત સમગ્ર સત્તાપક્ષ અને વિપક્ષ હસી રહ્યું હતું. આઠવલેએ પોતાનાં ભાષણને તુકબંધી તરીકે ચાલુ કર્યું અને કહ્યું કે, ભલે તેમની રિપલ્બિકન પાર્ટી (એ) નો એક પણ સાંસદ ચૂંટાઇને ન આવ્યો હોય પરંતુ તેઓ દળની તરફથી ઓમ બિરલાને શુભકામના પાઠવે છે. આઠવલે રાજ્યસભા સાંસદ છે.
Video: જીઆરપી કોન્સ્ટેબલે લાઇનમાં ઉભા રહેવા કહ્યું, બે યુવકોએ માર માર્યો
સંસદનાં સંયુક્ત સત્રમાં તેમણે તુકબંધી દ્વારા વડાપ્રધાન મોદીનાં વિશાળ હૃદયનાં નેતા ગણાવતા કહ્યું કે, ઓમ બિરલા ભલે સ્વભાવથી ગંભીર દેખાડા હોય અને ઓછું હસતા હોય પરંતુ તેઓ પોતાનાં ભાષણોથી તેમને હસાવતા રહેશે. આ તરફ તેમણે ભાષણ દરમિયાન વિપક્ષ પર વ્યંગ કરતા કહ્યું કે આજે રાહુલ ગાંધીનો જન્મ દિવસ છે ? જવાબ મળ્યો હાં તો તેમણે કોંગ્રેસ અધ્યક્ષને કહ્યું કે, તમે ચૂંટણીમાં ઘણા પ્રયાસ કર્યા પરંતુ તમને તે વાતની શુભકામના કે તમે આજે વિપક્ષનાં બેઠા છો. આ સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી પહેલાવિપક્ષે મને કહ્યું કે, તમે એનડીએ છોડીને અમારી પાસે આવી જાઓ પરંતુ મે પહેલાથી જ લોકોનાં મન કળી લીધા હતા. જેથી મે પુછ્યું કે એનાંથી શું થશે ?
ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ સુપ્રીમ કોર્ટે પંચને આપી નોટિસ, હવે 25મી જૂને યોજાશે સુનાવણી
‘એક દેશ, એક ચૂંટણી’ને લઇ પીએમ મોદીની બેઠકમાં સામેલ નહીં થાય કોંગ્રેસ
આ સાથે જ વિપક્ષને કહ્યું કે, અમારી સરકાર આગામી પાંચ વર્ષ સુધી સારી રીતે ચાલશે ત્યાર બાદ ફરીથી અમે ચૂંટણીમાં જઇશું અને જે પ્રકારે સારુ કામ કરી રહ્યા છીએ અમે વારંવાર જીતીને સત્તામાં આવીશું. જો કે વિપક્ષ પર વ્યંગ કરતા તેમણે કહ્યું કે દરમિયાન જો તમે સત્તામાં આવવાનો પ્રયાસ કર્યો તો અમે નહી આવવા દઇએ. તેમનાં તુકબંધી ભાષણને સાંભળીને સમગ્ર સદન હસવા લાગ્યું હતું. એટલે સુધી કે વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ પોતાને હસતા રોકી શક્યા નહોતા.