મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) ની ગાદી પર બિરાજમાન થવા માટે જબરી માથાપચ્ચી ચાલે છે. ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડ્યાં પરંતુ જ્યારે ગઠબંધનને સરકાર બનાવવા માટે બહુમત મળ્યું તો મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યુલાના કારણે પેચ ફસાયો. ત્યારબાદ શિવસેના છૂટી પડી ગઈ અને કોંગ્રેસ તથા એનસીપી સાથે મળીને સરકાર બનાવવાની ગડમથલ કર્યા કરે છે. જો કે આજે સવારથી જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તે જોતા કઈંક નવું રંધાઈ રહ્યું હોય તેવું લાગે છે. એમા પણ ભાજપની સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના ચીફ રામદાસ આઠવલે(Ramdas Athwale) નવો ફોર્મ્યુલા લઈને આવ્યાં છે. શિવસેના અને ભાજપ વચ્ચે સહમતિ સાધવાની વાત કરતા તેમણે ભાજપને 3 વર્ષ અને શિવસેનાને 2 વર્ષ સીએમ પદ માટે મળે તેવું જણાવ્યું. આરપીઆઈ ચીફ આઠવલેએ કહ્યું કે, "મેં શિવસેનાના નેતા સંજય રાઉત(Sanjay Raut) ને સમાધાન માટે વાત કરી છે. મેં તેમને 3 વર્ષ (ભાજપના સીએમ) અને 2 વર્ષ (શિવસેનાના સીએમ)ના ફોર્મ્યુલાની સલાહ આપી છે.  રાઉતે કહ્યું કે ભાજપ જો તૈયાર હોય તો શિવસેના તે અંગે વિચાર કરી શકે છે. હવે હું ભાજપ સાથે આ અંગે ચર્ચા કરીશ."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવારના નિવેદને શિવસેનાને આપ્યો ઝટકો?
આ બધા વચ્ચે નવી દિલ્હીમાં આજે એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે બેઠક થઈ. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના ભલે એનસીપી અને કોંગ્રેસના ભરોસે આગળ વધવાની વાત કરી રહી છે પરંતુ શરદ પવારે આ અંગે હજુ પણ સ્પષ્ટ રીતે કઈ પણ કહેવાની ના પાડી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે આજે મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે અમારી રાજ્યમાં સરકાર બનાવવા અંગે કોઈ પણ ચર્ચા થઈ નથી. એટલું જ નહીં તેમણે શિવસેના સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવાને લઈને પણ ના પાડી દીધી. તેમણે શિવસેનાને સરકાર બનાવવાને લઈને કોઈ ભરોસો જતાવવા ઉપર કઈ જ કહેવાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે મેં સોનિયા ગાંધીને રાજ્યના હાલાતથી માહિતગાર કર્યાં. પરંતુ સરકાર બનાવવાને લઈને કોઈ વાતચીત થઈ નથી. તેમનું આ નિવેદન શિવસેના માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે શિવસેના સતત એમ નિવેદનો આપે છે કે બહુ જલદી તેના નેતૃત્વમાં સરકાર બની શકે છે. 


જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube