Ramdev બોલ્યા- મોડર્ન મેડિકલ સાયન્સ અને ડોક્ટરોનું ખુબ સન્માન, વિવાદ સમાપ્ત કરવા ઈચ્છુ છું
Allopathy VS Ayurveda: યોગગુરૂ બાબા રામદેવે કહ્યુ કે, અમે આ વિવાદને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે, અમારૂ અભિયાન મેડિકલ સાયન્સ કે ડોક્ટરો વિરુદ્ધ નથી પણ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ છે.
નવી દિલ્હીઃ એલોપથી VS આયુર્વેદ વચ્ચે યોગ ગુરૂ રામદેવનું મોટુ નિવેદન આવ્યુ છે. રામદેવે કહ્યુ કે, અમારૂ અભિયાન એલોપથી તથા શ્રેષ્ઠ ડોક્ટરો વિરુદ્ધ નથી. અમે મેડિકલ સાયન્સ અને ડોક્ટરોનું સન્માન કરીએ છીએ. અભિયાન તે ડ્રગ માફિયાઓ વિરુદ્ધ છે જે બે રૂપિયાની દવા 2000માં વેચે છે અને બિનજરૂરી ઓપરેશન તથા ટેસ્ટ અને બિનજરૂરી દવાનો ધંધો કરે છે. રામદેવે કહ્યુ કે, અમે આ વિવાદને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube