સંકલ્પ, આસ્થા અને વિશ્વાસ, ઈતિહાસમાં નવો અધ્યાય લખાવાને આડે ગણાતી ઘડીઓ
Ram Mandir News: રામલલા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ રહ્યાં છે. પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન કરાવવામાં આવી રહ્યાં છે. અયોધ્યામાં યજ્ઞનો માહોલ છે. તો દેશમાં રામ મંદિરમાં રામલલાના આગમનને લઈને હર્ષોલ્લાષનો માહોલ છે. સમગ્ર દેશ રામમય બની ગયો છે.
અયોધ્યાઃ અયોધ્યાનું રામ મંદિર ભગવાન રામમાં ભારતની આસ્થા ઉપરાંત સંઘર્ષનું પરિણામ છે. અનેક લોકોએ મંદિર નિર્માણ માટે પોતાના બલિદાન આપ્યા છે. લોકોએ પોતાના જીવન આ સંઘર્ષ પાછળ ખર્ચી નાંખ્યા છે. ત્યારે હવે સમય છે સંઘર્ષના ઐતિહાસિક પરિણામનો...જેને આડે ઘડીઓ ગણાઈ રહી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ દેશ એક નવા યુગમાં પગરણ માંડશે. અયોધ્યા ફરી રામરાજ્યની સાક્ષી બનશે.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે દેશના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. આ એવો અવસર છે, જ્યારે અનેક સાધુ સંતો, નેતાઓ અને સામાન્ય લોકોના સંકલ્પ અને પ્રતિજ્ઞા પૂરા થયા છે. દેશમાં એક નવી ધાર્મિક ચેતનાનો સંચાર થયો છે. રામ રાજ્યના આરંભની વાત પણ થઈ રહી છે.
વાત જ્યાં સુધી રામ મંદિર નિર્માણ માટેના સંકલ્પની છે, તો આ બાબાથી કઠિન સંકલ્પ તમે નહીં નહીં જોયો હોય. આ બાબા છે મધ્ય પ્રદેશના દમોહના સિદ્ધ ધામના બાબા ગોપાલ પુરી, જેમણે રામ મંદિર નિર્માણ માટે ભગવાન રામમાંથી પ્રેરણા લઈને એક સંકલ્પ લીધો હતો. જેવી રીતે ભગવાન રામે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો, તેવી જ રીતે આ બાબાએ 14 વર્ષ સુધી એક હાથ ઉંચો રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. જેનું પાલન તેઓ 6 વર્ષથી કરી રહ્યા છે, હજુ 8 વર્ષ તેઓ એક હાથ ઉંચો રાખશે.
આ પણ વાંચોઃ કોણ છે 'રામનામી' જે આખા શરીર પર ચિતરાવે છે રામ નામ, 100 વર્ષ જૂની છે પરંપરા
છ વર્ષ સુધી એક હાથ સતત ઉંચો રાખવો એ અસામાન્ય અને અશક્ય બાબત છે. જો કે હઠયોગી બાબાએ આમ કરી દેખાડ્યું છે. તેમનો ડાબો હાથ છ વર્ષથી માથાની ઉપર ઉઠેલો છે. આ હાથના નખ તેમણે છ વર્ષથી નથી કાપ્યા. રાત્રે સૂતી વખતે હાથ નીચો ન આવી જાય તે માટે હાથ પર તેઓ કપડું બાંધી દે છે.
આ તો થઈ એક સનાતની સંતની વાત, પણ વાત હવે એ એવા વ્યક્તિની કરીએ, જે ધર્મથી મુસ્લિમ છે, પણ પોતાને સનાતની માને છે. જે વર્ષોથી રામમય બની ચૂક્યા છે. આ વ્યક્તિ છે, મૌલાના વહીદુલ્લા અંસારી, જે પોતાની અટકની પાછળ ચતુર્વેદી અટક લગાડે છે, કેમ કે તેઓ ચાર વેદ અને 18 પુરાણના જાણકાર છે. તેઓ ભગવાન રામના જીવન અને તેમણે આપેલા બલિદાનને પોતાના આદર્શ માને છે.
યુપીના મૌલાના વહીદુલ્લા અંસારી ચતુર્વેદીએ 1980થી વેદનું અધ્યયન શરૂ કર્યું હતું. તેમણે રામાયણ, ગીતા અને બાઈબલનો પણ અભ્યાસ કર્યો છે. હિંદી, ઉર્દૂ, અંગ્રેજી, અરબી અને સંસ્કૃત ભાષામાં તેમણે મહારત હાંસલ કરી છે. તેમણે વેદ-પુરાણ અને કુરાનની સમાનતાઓ પણ શોધી કાઢી છે. મોટી વાત એ છે કે તેઓ ગીતાનો ઉર્દૂમાં અનુવાદ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે સનાતન અને ઈસ્લામમાં કોઈ ફરક નથી.
આ પણ વાંચોઃ દેશ અને દુનિયામાંથી અનેક ભેટો પ્રભુ રામ માટે અયોધ્યા પહોંચી, તમે પણ જાણો
એક મુસ્લિમ અગ્રણી જ્યારે સનાતનની પ્રશંસા કરે તે વાત અસામાન્ય કહેવાય, જો કે વધુ એક અસામાન્ય વાત રાજકીય જગતની છે. કોંગ્રેસે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે, તેમ છતા કોંગ્રેસના એક નેતા અયોધ્યા પહોંચ્યા છે, તેઓ રામ મંદિરના પણ સમર્થક છે અને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના પણ. સૌથી મોટી વાત એ છે કે તેઓ મંદિર નિર્માણનો સંપૂર્ણ યશ પ્રધાનમંત્રી મોદીને આપે છે.