Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદ
અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે... આ પ્રસંગે બપોરે 12 કલાક અને 16 મિનિટે શ્રી રામલલાનું સૂર્ય કિરણોથી અભિષેક થશે... તો રામ નવમીની ભવ્ય ઉજવણી માટે મંદિર પ્રશાસન તરફથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.... અયોધ્યામાં રામ નવમીની ઉજવણીની કેવી છે તૈયારી?... કેટલાં ભક્તો દર્શનાર્થે આવી પહોંચશે?... જોઈશું આ રિપોર્ટમાં....
ભગવાન રામની નગરીમાં અત્યારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ છે... કેમ ન હોય?... કેમ કે 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી રામ નવમીનો તહેવાર છે.... એટલે આ તહેવારને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે...
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પછી ભક્તો રામલલાના દર્શનાર્થે આવી રહ્યા છે... અને હજુ પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને પોતાની જાતને ધન્ય માની રહ્યા છે. રાત્રિના સમયે પણ અયોધ્યામાં રામ નામની મહિમા ચાલુ રહે તે માટે લાઈટિંગવાળી શ્રીરામની એલઈડી અને લાઈટિંગથી શણગારવામાં આવી છે.. જેને જોઈને ભક્તો પણ ભક્તિમય બની ગયા છે..
રામ નવમીના તહેવારના દિવસે ભક્તો વધુ એક અદભૂત ઘટનાના સાક્ષી બનશે... કેમ કે બપોરે 12 કલાક અને 16 મિનિટે સૂર્ય કિરણોથી શ્રી રામલલાનો અભિષેક થશે. આ અદભૂત દ્રશ્યને નિહાળવા માટે લગભગ 25 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવે તેવી સંભાવના છે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે રામ નવમીના દિવસે બપોરે 12 કલાક અને 16 મિનિટે 5 મિનિટ સુધી સૂર્યની કિરણો ભગવાન રામલલાના મસ્તક પર અભિષેક કરશે.... તેના માટે મહત્વપૂર્ણ ટેકનિકલ વ્યવસ્થાઓ કરવામાં આવી છે... વૈજ્ઞાનિકો આ ક્ષણને પ્રદર્શિત કરવા માટે કામ કરી રહ્યા છે... રામ નવમીના દિવસે અયોધ્યામાં મંદિર આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રાત્રિના 11 વાગ્યા સુધી દર્શન કરી શકશે.... ભગવાન રામને ભોગ લગાવવા માટે સમય-સમય પર 5-5 મિનિટ માટે પરદો લગાવવામાં આવશે.
હાલ તો અયોધ્યા નગરી તૈયાર છે... ભક્તો પણ તૈયાર છે....પણ વાટ જોવાઈ રહી છે ભગવાનના દર્શનની... રામ નવમીના દિવસે લાખો શ્રદ્ધાળુઓ સતત 19 કલાક સુધી ભગવાન રામલલાના દર્શન કરી શકશે. સાથે જ ભગવાનના સૂર્યના કિરણો જ્યારે રામલલાના મસ્તિષ્કને શોભાયમાન કરશે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ દિવ્યતા, ભવ્યતા અને ધન્યતાનો અનુભવ કરશે.