રાયપુરઃ રામ નામમાં તો દુનિયાના કરોડો લોકોની આસ્થા છે. જો કે ભારતનો એક એવો સમુદાય છે, જેનું જીવન રામ સાથે વણાયેલું છે. આ સમુદાયનું નામ રામથી શરૂ થાય છે. લોકોના શરીર, આસ્થા અને પરંપરા પણ રામના રંગમાં રંગાયેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં લોકોમાં ભગવાન રામના ટેટૂ ચિત્રાવવાનો ક્રેઝ વધ્યો છે. જો કે દેશમાં એક એવો સંપ્રદાય પણ છે, જેના અનુયાયીઓ માટે રામ નામના છૂંદણા કરાવવા એ રિવાજ છે. આ સંપ્રદાય છે છત્તીસગઢના જાંજગીર ચંપા વિસ્તારનો રામનામી સંપ્રદાય...


જેના અનુયાયીઓમાં માથા પર તાજ પહેરવાનો રિવાજ છે, તેઓ તાજથી લઈને ચહેરા અને પગ સુધી સમગ્ર શરીર પર રામ નામના છૂંદણા ચિતરાવે છે..તેમના મકાનની ઉપર પણ રામનું નામ હોય છે.


રામ નામના છૂંદણા ચિતરાવવાની પરંપરા 135 વર્ષ પહેલાં શરૂ થઈ હોવાનું જણાવાય છે.  કહેવાય છે કે 1890માં ઉચ્ચ જ્ઞાતિના લોકોએ તેમને મંદિરમાં જતાં રોક્યા હતા. જેના જવાબમાં આ લોકોએ પોતાના શરીર પર રામ નામ લખાવવાનું શરૂ કરી દીધું...ત્યારથી જ તેમણે પોતાને રામનામી તરીકે ઓળખાવવાનું શરૂ કરી દીધું. 


આ પણ વાંચોઃ દેશ અને દુનિયામાંથી અનેક ભેટો પ્રભુ રામ માટે અયોધ્યા પહોંચી, તમે પણ જાણો


રામનામી સંપ્રદાયના લોકો જાતિ જ્ઞાતિ અને ધર્મમાં નથી માનતા, તેમના મતે રામ સૌના છે. ત્યાં સુધી કે રામનું નામ જાળવી રાખવા આ સમાજે હિંદુ ધર્મના એક સંસ્કારને પણ તિલાંજલી આપી છે. આ સમુદાયમાં મૃતકને અગ્નિદાહ નથી આપતો. કેમ તે તેનાથી શરીર પર લખેલું રામનું નામ ભૂંસાઈ જાય છે.
    
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રામનામી સંપ્રદાયને પણ આમંત્રણ અપાયું છે, પણ આ સમુદાય આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય, કેમ કે રામનામી સમુદાયનો ત્રણ દિવસ સુધી ચાલતો વાર્ષિક મેળો 21થી 23 જાન્યુઆરી સુધી યોજાઈ રહ્યો છે, જેમાં લોકો રામના ભજન અને પરંપરાગત નૃત્ય કરે છે.. 


રામનામી સમુદાયની વર્તમાન પેઢીમાં રામ નામના છૂંદણા કરાવવાની પ્રથાનો ધીરે ધીરે લોપ થઈ રહ્યો છે. રામને પૂજતા આ સમુદાયની સામાજિક સ્થિતિ હજુ પણ નથી સુધરી, લોકોએ હજુ પણ જ્ઞાતિને લગતાં ભેદભાવનો સામનો કરવો પડે છે. ત્યારે આશા રાખીએ કે હવે આ સમુદાયની સ્થિતિમાં સુધારો થાય...