નવી દિલ્હી/હિસાર: હિસારની એક સેશન્સ કોર્ટે આજે હત્યાના વધુ એક કેસમાં સતલોક આશ્રમના પ્રમુખ સ્વયંભુ બાબા સતપાલને સજા સંભળાવવામાં આવી છે. હત્યાના બીજા કેસમાં પણ તમામ આરોપીઓ પર 1-1 લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 13 અન્ય આરોપીઓને પણ ઉમરકેદની સજા સંભળાવવામાં આવી છે. મંગળવારે પણ કોર્ટે હત્યા અને અન્ય અપરાધોમાં રામપાલને ઉમરકેદની સજા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામપાલ ઉપરાંત 14 અન્ય દોષિતોને પણ ઉમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. આ સાથે જ તમામ દોષિતો પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તમામને હત્યા અને બંધક બનાવવાના મામલામાં સજાની જાહેરાત થઈ. 


રામપાલને સજાની જાહેરાત થવાની હોવાથી પોલીસે હિસાર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા ચુસ્ત કરી નાખી હતી. અત્રે જણાવવાનું કે 11 ઓક્ટોબરના રોજ હિસારના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ ન્યાયાધીશ ડી આર ચાલિયાએ હત્યાના બે કેસ અને અન્ય અપરાધોમાં રામપાલ સહિત 29 લોકોને દોષિત ઠેરવ્યાં હતાં. ન્યાયાધીશ ચાલિયાએ હિસાર જિલ્લા જેલની અંદર એક હંગામી કોર્ટમાં લગભગ ચાર વર્ષ સુધી સુનાવણી થયા બાદ પોતાનો ચુકાદો આપ્યો. 



67 વર્ષના રામપાલ અને તેના અનુયાયીઓ નવેમ્બર 2014માં ધરપકડ બાદથી જેલમાં બંધ હતાં. રામપાલ અને તેના અનુયાયીઓ સામે બરવાલા પોલીસ સ્ટેશનમાં 19 નવેમ્બર 2014ના રોજ બે કેસ નોંધાયા હતાં. પહેલો કેસ દિલ્હીમાં બદરપુરની નજીક મીઠાપુરના શિવપાલની ફરિયાદ પર જ્યારે બીજો કેસ ઉત્તર પ્રદેશમાં લલિતપુર જિલ્લામાં સુરેશે દાખલ કર્યો હતો. 


બંનેએ રામપાલના આશ્રમની અંદર તેમની પત્નીઓની હત્યા થઈ હોવાની ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે બંને મહિલાઓને કેદ કરીને રખાઈ હતી અને બાદમાં તેમની હત્યા કરાઈ. હત્યાના આરોપો ઉપરાંત આ લોકો પર ખોટી રીતે બંધક બનાવવાના આરોપ પણ લાગ્યા હતાં.