રામપુરઃ રામપુર સીઆરપીએફ ગ્રૂપ સેન્ટર પર થયેલા હુમલા કેસમાં 12 વર્ષ બાદ કોર્ટે સજા સંભળાવી છે. આ કેસમાં કોર્ટે ચાર દોષિતને ફાંસીની સજા આપી છે, જ્યારે અન્ય બે આરોપીને જેલની સજા ફટકારી છે. ઈમરાન, શહેજાદ, ફારૂખ,સબાઉદ્દીન અને શરીફને કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી છે. જ્યારે જંગ બહાદ્રુને જન્મટીપ અને ફહીમને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી કોર્ટે પ્રતાપગઢ કે કુંડાના કૌસર ખાં, બરેલીના બહેડીના ગુલાબ ખાંને નિર્દોષ જાહેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર, 2007ની રાત્રે આતંકવાદીઓએ CRPF ગ્રૂપ સેન્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFના 7 જવાન શહીદ થયા હતા, જ્યારે એક રીક્ષા ચાલકનું પણ મોત થયું હતું. જિલ્લા અદાલતે આ ચૂકાદો આપ્યો છે. સરકારી વકીલ દલવિંદર સિંહે જણાવ્યું કે, જંગ બહાદુરને જન્મટીપ અને ફહીમ અનસારીને 10 વર્ષની જેલની સજા સંભળાવાઈ છે. બાકીના આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 


6 દોષિતમાંથી 5 આરોપીને સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરવાના કેસમાં અને ફહીમ અનસારીને નકલી પાસપોર્ટ અને પિસ્ટલના આરોપો હેઠળ સજા ફટકારવામાં આવી છે. 


કયા આરોપીને કયા કેસમાં થઈ સજા 
1. ઈમરાન શહેજાદઃ આઈપીસીની કલમ 148, 149, 302, 333, 121, 3/4 જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ, 16, 20 યુએપી એક્ટ, 27(3) શસ્ત્ર અધિનિયમ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 
2. મોહમ્મદ ફારૂખઃ આઈપીસીની કલમ 148, 149, 302, 333, 121, 3/4 જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ, 16, 20 યુએપી એક્ટ, 27(3) શસ્ત્ર અધિનિયમ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
3. મોહમ્મદ શરીફ ઉર્ફે સુહેલઃ આઈપીસીની કલમ 148, 149, 302, 333, 121, 3/4 જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ, 16, 20 યુએપી એક્ટ, 27(3) શસ્ત્ર અધિનિયમ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
4. સબાઉદ્દીનઃ આઈપીસીની કલમ 148, 149, 302, 333, 121, 3/4 જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ, 16, 20 યુએપી એક્ટ, 27(3) શસ્ત્ર અધિનિયમ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.


5. જંગ બહાદ્દુર બાબાઃ આઈપીસીની કલમ 148, 149, 302, 333, 121, 3/4 જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ, 16, 20 યુએપી એક્ટ અધિનિયમ હેઠળ જન્મટીપની સજા ફટકારવામાં આવી છે.
6. ફહીમ અનસારીઃ આઈપીસીની કલમ 420, 467, 468, 200, 25(1)એ શસ્ત્ર અધિનિયમ હેઠળ 10 વર્ષની જેલની સજા ફટકારાઈ છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....