રામપુર: સાંસદ આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમની અટકાયત
રામપુરના સાંસદ આઝમ ખાનના નાના પુત્ર અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને પોલીસે અટકાયતમાં લીધા છે.
રામપુર, સૈયદ આમિર: રામપુરના સાંસદ આઝમ ખાનના નાના પુત્ર અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને પોલીસે અટકાયતમાં લીધા છે. મળતી માહિતી મુજબ સરકારી કામમાં વિધ્ન નાખવા બદલ તેની અટકાયત કરાઈ છે. અત્રે જણાવવાનું કે બુધવારે બીજા દિવસે પણ જૌહર યુનિવર્સિટીમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે.
'મારું નામ રાહુલ ગાંધી છે અને હવે હું આ નામથી થાકી ગયો છું'
જૌહર યુનિવર્સિટીથી અટકાયત કરી
અટકાયતમાં લેવાયા તે અગાઉ અબ્દુલ્લા આઝમ ખાન જૌહર યુનિવર્સિટી પહોંચ્યા હતાં. અહીં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે જૌહર યુનિવર્સિટી બોલીને પ્રશાસન બદલો લઈ રહ્યું છે. અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો કે આ શૈક્ષણિક સંસ્થાનને ખતમ કરવા માટે સરકાર કોઈ કસર છોડી રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ યુનિવર્સિટીમાં કોઈ પણ સર્ચ વોરંટ વગર પહોંચી અને ફરીથી દરોડાની કાર્યવાહી શરૂ કરી. તેમણે પ્રશાસનની આ કામગીરીને ગુંડાગીરી ગણાવી.
જુઓ LIVE TV