મેં પહેલા કહ્યું હતું દેશમાં પીએમ મોદીની લહેર નહીં સુનામી છેઃ રામવિલાસ પાસવાન
એનડીએની શાનદાર લીડ પર રામવિલાસ પાસવાને કહ્યું કે, મેં પહેલા જણાવી દીધું હતું કે દેશમાં પીએમ મોદીની લહર નહીં સુનામી છે અને આજે તે સાબિત થઈ ગયું છે.
પટનાઃ બિહારમાં એનડીએ 38 સીટો પર આગળ ચાલી રહ્યું છે. બિહારમાં 40 લોકસભા સીટો પર ચૂંટણી લડી રહેલા 626 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય આજે થઈ જશે. સવારે આઠ કલાકે મતગણના શરૂ થઈ હતી. મતોની ગણતરીમાં લાગેલા તમામ કર્મચારીઓ ડ્યૂટી પર તૈનાત છે.
રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી પણ તમામ 6 સીટો પર આગળ ચાલી રહી છે. એનડીએની શાનદાર લીડ પર રામવિલાસ પાસવાને કહ્યું કે, 'મેં પહેલા જણાવી દીધું હતું કે દેશમાં પીએમ મોદીની સુનામી ચાલી રહી હતી અને તે આજે સાબિત થયું મારી પાર્ટી એલજેપી 6 સીટ જીતી રહી છે.'
આ સાથે પોતાનો પુત્ર ચિરાગ પાસવાન જમુઈમાં આગળ ચાલી રહ્યો છે, તેના પર રામવિલાસે કહ્યું કે, બધા ઈચ્છે છે કે પોતાનો પુત્ર આગળ વધે. ભાજપ, એલજેપી અને જેડીયૂએ બિહારમાં સારૂ કામ કર્યું અને સારો સંદેશ આપ્યો જેની મદદથી જનતાએ પોતાના આશીર્વાદ આપ્યો છે.
આખરે કટ્ટર વિરોધી ઉમર અબ્દુલ્લાએ પીએમ મોદી અને અમિત શાહને આપ્યો શ્રેય, જાણો શું કહ્યું
તમને જણાવી દઈએ કે બિહારમાં તમામ 6 સીટો પર એલજીપી જીતી રહી છે અને સાથે એનડીએ બિહારમાં પાલટિપુત્ર અને જહાનાબાદને છોડીને તમામ સીટો પર આગળ ચાલી રહ્યું છે. તેવામાં બિહારમાં એનડીએના નેતાઓનો આત્મવિશ્વાસ આસમાને છે.