નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કહ્યું, 'જમ્મૂ-કાશ્મીરના બાળકો રાષ્ટ્રવાદી છે પરંતુ તે ક્યારેક-ક્યારેક ભટકીને ખોટા રસ્તે ચાલ્યા જાય છે. રક્ષાપ્રધાનનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે સીડીએસ બિપિન રાવતે કહ્યું હતું કે, કાશ્મીરમાં 10-12 વર્ષના યુવક-યુવતીઓ કટ્ટરપંથી થઈ ગયા છે. તેને તેમાંથી મુક્ત કરવા માટે ડીરેડિકલાઇઝ્ડ કેમ્પમાં મોકલવા જોઈએ. તેઓ એનસીસી રિપબ્લિક ડે પરેડના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહે કહ્યું- યુવા માત્ર યુવા છે. તેને અન્ય કોઈ નજરથી ન જોવા જોઈએ. તેને જે રસ્તા પર વધવા માટે પ્રેરિત કરવા જોઈએ, લોકો તે કામ કરતા નથી પરંતુ તેને ઉશકેરવાનો પ્રયત્ન કરે છે અને તે ખોટી દિશામાં આગળ વધી જાય છે. તે માટે બાળકોને દોષ ન આપવો જોઈએ પરંતુ આ દોષ તેનો છે જે તેને ભટકાવવાનું કામ કરે છે. 


આપણો દેશ ધર્મનિરપેક્ષ છેઃ રાજનાથ
સિહે કહ્યું- ભારતના મૂલ્યોમાં તમામ ધર્મોનું સ્થાન સમાન રહ્યું છે. આ કારણ છે કે આપણો દેશ ધર્મનિરપેક્ષ છે અને અમે પાકિસ્તાનની જેમ ક્યારેય ધાર્મિક રાષ્ટ્ર બની શક્યા નથી. અમારૂ કહેવું છે કે અમે ધર્મના આધાર પર ક્યારેય ભેદભાવ નહીં કરી શકીએ. આવું તે માટે કારણ કે અમારો પાડોસી દેશ પોતાને એક ધર્મ આધારિત રાષ્ટ્ર જાહેર કરી ચુક્યો છે, જ્યારે આપણે તેમ કર્યું નથી.


કાશ્મીર-સીએએને કારણે ભારતને ડેમોક્રેસી ઇન્ડેક્સમાં લાગ્યો ઝટકો, 10 સ્થાનનું થયું નુકસાન


સિંહના નિવેદન પર એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવેસીએ ટ્વીટ કર્યું, 'તમારી સરકાર સીએએને લાગૂ કરીને ભારતને ધર્મશાસિત રાષ્ટ્ર બનાવવા ઈચ્છે છે.'


સિંહે મેરઠની રેલીમાં સીએએના સમર્થનમાં કહ્યું, 'સીએએ અમારૂ વચન હતું, અમે પૂરુ કર્યુ. અમે કોઈ ગુનો કર્યો નથી, પરંતુ તેને હિન્દુ અને મુસલમાનની નજરથી જોવામાં આવે છે. શંકા ભલે ગમે તે કરે, અમારા વડાપ્રધાન ધર્મના આધાર પર નહીં, માણસાઈના આધાર પર વિચારે છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...