ઝી બ્યૂરો, અમદાવાદઃ પોલીસમાં ભરતી થવું દરેક યુવાનનું સપનું હોય છે. ભારતની પોલીસ સિસ્ટમ દુનિયાની કેટલીક મોટી પોલીસ સિસ્ટમનો ભાગ છે. અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે પોતાની પોલીસ ફોર્સ છે. જેમાં લાખો ઓફિસર અને જવાનોનો સમાવેશ થાય છે. સેનીઓની જેમ પોલીસ યુનિફોર્મનું પણ પોતાનું અલગ મહત્વ છે. ત્યારે તમે યુનિફોર્મ પર લગાવેલા સ્ટારને જોઈને કેવી રીતે ઓળખી શકશો કે કોઈ પોલીસકર્મી ઓફિસર છે કે જવાન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની પાસે છે એક મોટી પોલીસ ફોર્સ:
ભારતમાં તમામ રાજ્યોની પાસે પોતાની પોલીસ ફોર્સ છે. અને એવામાં સેલરી સિસ્ટમ પણ અલગ-અલગ છે. ભારતમાં કુલ પોલીસકર્મીઓની સંખ્યા લાખોમાં છે. દરેક રાજ્યની પોલીસ ફોર્સનો યુનિફોર્મ પહેરવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે. આકરી મહેનત કર્યા પછી કોઈ ઈન્ડિયન પોલીસ સર્વિસમાં સિલેક્ટ થઈને ઓફિસર બને છે તો કોઈ જવાન.


1. કોન્સ્ટેબલ:
પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ એક શરૂઆતની પોસ્ટ છે. અને દરેક કોન્સ્ટેબલના યુનિફોર્મ પર કોઈ બેઝ કે સ્ટાર હોતો નથી. બેઝ કે સ્ટાર ન હોવા છતાં આ સૌથી મહત્વની પોસ્ટ હોય છે. કોન્સ્ટેબલને પોતાના સિનિયર ઓફિસરની જેમ જ ડ્યૂટી કરવાની હોય છે.


2. હેડ કોન્સ્ટેબલ:
કોન્સ્ટેબલથી એક રેન્ક આગળ હોય છે હેડ કોન્સ્ટેબલ. તેમના યુનિફોર્મ પર કાળા રંગની પટ્ટી હોય છે. જેના પર પીળા રંગની બે પટ્ટી લાગેલી હોય છે. જોકે અનેક રાજ્યોની પોલીસનો યુનિફોર્મ હેડ કોન્સ્ટેબલના યુનિફોર્મ કરતાં અલગ હોય છે. અનેક જગ્યાએ લાલ રંગની પહોળી પટ્ટી પર ત્રણ કાળી પટ્ટી લાગેલી હોય છે.


3. સિનિયર પોલીસ કોન્સ્ટેબલઃ (ગુજરાત બહાર આ પદ હોય છે)
કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલથી ઉપરનું પદ સિનિયર પોલીસ કોન્સ્ટેબલ હોય છે. તેમના બેઝની જગ્યાએ કાળા રંગની પટ્ટી હોય છે. જેની ઉપર પીળા રંગની પટ્ટી હોય છે. જોકે કેટલાંક રાજ્યમાં બેઝ પર લાલ રંગની પટ્ટીઓ હોય છે.


4. આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર: (ASI)
 આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર એટલે ASI, અને આ રેન્ક હેડ કોન્સ્ટેબલ પછી આવે છે. તેમના યુનિફોર્મ પર એક લાલ અને નીલી પટ્ટીની સાથે એક સ્ટાર પણ લાગેલો હોય છે.


5. સબ ઈન્સ્પેક્ટર અથવા પોલીસ સબ ઈસ્પેક્ટર: (PSI)
ASI પછી સબ ઈન્સ્પેક્ટરનો રેન્ક આવે છે. જેને આપણે PSI તરીકે પણ ઓળખીએ છીએ. અને તે ઓફિસર રેન્ક માનવામાં આવે છે. પોલીસના સબ ઈન્સ્પેક્ટર, આર્મીના સૂબેદાર બરાબર હોય છે. સબ ઈન્સ્પેક્ટરના યુનિફોર્મ પર લાલ અને નીલા રંગની પટ્ટી લાગેલી હોય છે. અને તેમાં 2 સ્ટાર લાગેલા હોય છે.


6. પોલીસ ઈન્સ્પેક્ટર: (PI)
ઈન્સ્પેક્ટર કોઈ પણ પોલીસ સ્ટેશનનો ઈન્ચાર્જ હોય છે. અને આખું સ્ટેશન ઈન્સ્પેક્ટરના અંડરમાં હોય છે. અને તેનો આદેશ માનવામાં આવે છે. ઈન્સ્પેક્ટર કોઈપણ સ્ટેશનની સર્વોચ્ય પોસ્ટ હોય છે. તેના યુનિફોર્મ પર એક લાલ અને નીલી સ્ટ્રીપ હોય છે. જેના પર ત્રણ સ્ટાર લાગેલા હોય છે.


7. આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ (ACP) સીટી વિસ્તારમાં. જ્યારે ગ્રામિણ વિસ્તારમાં DYSP તરીકે ઓળખવામાં આવે છે.
આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ ASP: ડાયરેક્ટ આઈપીએસ ઓફિસર હોય તે પહેલું પોસ્ટિંગ આ રેન્ક પર મળે છે.
DSPથી એક રેન્ક ઉપર હોય છે. આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ. તેને એડિશનલ ડિપ્ટી કમિશનર પણ કહેવાય છે. ASPના યુનિફોર્મ પર માત્ર અશોકનો સ્તંભ હોય છે. આઈપીએસની પરીક્ષા પાસ કર્યા પછી આ ઓફિસરનો પહેલો રેન્ક હોય છે. આ રેન્ક અંતર્ગત કોઈપણ આઈપીએસ ઓફિસરની પોલીસ ટ્રેનિંગ હોય છે. આ પદ સેનાના કેપ્ટન બરાબર થાય છે. તે ઉપરાંત એડિશનલ સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસનો યુનિફોર્મ પણ કંઈક એવો જ હોય છે.


8. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (DCP) સીટી વિસ્તારમાં. જ્યારે ગ્રામિણ વિસ્તારમાં ડિપ્ટી સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ એટલે DSP :
ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ કે જેમને તમને ડીએસપીના નામથી પણ ઓળખો છો. ડીએસપી કોઈપણ રાજ્યની પોલીસના પ્રતિનિધિ તરીકે હોય છે. તેમના યુનિફોર્મ પર એક લાલ અને ખાખી રંગનો બેઝ હોય છે. જેના પર કોઈ પણ સ્ટ્રીપ હોતી નથી. બેઝ પર ત્રણ સ્ટાર લાગેલા હોય છે. સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ ASPથી ઉપરનો એક રેન્ક છે. જે ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ અને એસપી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના યુનિફોર્મ પર અશોકનો સ્તંભ અને એક સ્ટાર લાગેલો હોય છે. DCP, પછી જોઈન્ટ પોલીસ કમિશ્નર એટલેકે, JCP, એડિશનલ પોલીસ કમિશ્નર એટલે ADCP, અને CP એટેલેકે પોલીસ કમિશ્નર તરીકેના હોદ્દા અપાય છે.


9. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ - DIG:
SSPથી ઉપર એક રેન્ક ઉપર હોય છે ડીઆઈજીની પોસ્ટ. તેમને પોલીસ ઉપમહાનિરીક્ષક પણ કહેવામાં આવે છે. તેમના બેઝ પર આઈપીએસ લખેલું હોય છે. અને અશોક સ્તંભની સાથે ત્રણ સ્ટાર લાગેલા હોય છે. 


10. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ IG:
DIGથી એક રેન્ક ઉપર હોય છે ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે આઈજીનું પદ. તેમને પોલીસ મહાનિરીક્ષકના નામથી ઓળખવામાં આવે છે. તેમના યુનિફોર્મ પર એક તલવાર અને સ્ટાર રહે છે. અને બેઝમાં આઈપીએસ લખેલું હોય છે. સીટી વિસ્તારમાં આઈપીએસને JCP, ADCP, SPECIAL CP સહિતના વધારાના હોદ્દા આપવામાં આવતા હોય છે. આ અધિકારીઓ આઈ.જી. અથવા તેથી ઉપરના ગ્રેડના હોય છે.


11. એડિશનલ ડી.જી.


12. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)- (રાજ્યના પોલીસ વડા)