નવી દિલ્હી : 16 ડિસેમ્બરે જ્યારે સમગ્ર દેશનાં લોકો નિર્ભયા કાંડને યાદ કરી રહ્યા હતા. ત્યારે દિલ્હીમાં વધારે એક નિર્ભયાની આબરૂ લૂંટાઇ રહી હતી. દિલ્હીમાં હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. રાજધાનીમાં 3 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળાની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલ્લિકાર્જુન ખડગેને PAC સભ્યોનો નથી મળ્યો સાથ, AG ન કરી શકે કેગને સમન...

દ્વારકા જિલ્લાનાં ડીસીપી એન્ટો અલ્ફાંસોના અનુસાર રવિવારે સાંજે આશરે 4 વાગ્યે બિંદાપુર પોલીસને માહિતી મળી હતી કે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. માહિતી મળતાની સાથે જ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે બાળકીની સ્થિતી ગંભીર હતી. ત્યાર બાદ ત્યાના પાડોશીઓ એકત્ર થઇ ગયા અને આરોપીને માર મારવા લાગ્યા હતા. ત્યારે પોલીસે આરોપીને પોતાના કબ્જામાં લીધો અને બાળકીને દિન દયાલ હોસ્પિટલ દાખલ કરાવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બાળકીની પરિસ્થિતી હજી પણ નાજુક હોવાનું ડોક્ટર્સની ટીમ જણાવી રહી છે. 


PANને આજે જ આધાર સાથે કરો લિંક, સરકાર દ્વારા કરવામાં આવી છે મોટી જાહેરાત...

બાળકીની સારવાર કરી રહેલા ડોક્ટર્સનાં અનુસાર જ્યારે બાળકીને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે બાળકી બેહોશ હતી. હાલમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ જ બાળકીની સ્થિતી અંગે કંઇ પણ કહી શકાય તેમ છે. પાડોશમાં રહેનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેની સ્થિતી ખુબ જ નાજુક હતી. તેને કપડામાં લપેટીને હોસ્પિટલ લઇ જવામાં આવી. 


ફેથાઇ ચક્રવાત: આંધ્ર, ઓરિસ્સા સહિત 3 રાજ્યોમાં હાઇએલર્ટ...

પીડિત બાળકીના મકાન માલિકે જણાવ્યું કે, પીડિત બાળકીનો પરિવાર મજુરી કરે છે અને 1 વર્ષથી અહીં ભાડે રહે છે. જ્યારે આરોપી રંજીત (40) ગાર્ડની નોકરી કરે છે. તે પણ એક વર્ષથી અહીં ભાડે રહે છે. પોલીસે આરોપી રંજીતને પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી છે. જે વખતે આ ધ્રુણાસ્પદ કાર્ય રણજીતે કર્યું ત્યારે તે દારૂનાં નશામાં હતો.


Rajasthan LIVE: ગહલોતે કહ્યું ગુડ ગવર્નેંસ પર રહેશે અમારૂ ફોકસ...