ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મહિલા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલા પર તેના ડાન્સ ટીચર દ્વારા રેપ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ સિલસિલો 2015થી ચાલી રહ્યો હતો. આરોપી ડાન્સ ગુરુએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં તેણે અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા હતા. જેનાથી દુઃખી થઈને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નૃત્યની બારીકાઈઓ શીખવાડતાં બનાવી લીધા સંબંધ
પીડિતાએ કહ્યું કે આરોપી શિક્ષક તેને ડાન્સની બારીકાઈઓ શીખવતી વખતે તેની નજીક આવી ગયો હતો. એક દિવસ તેને ક્લાસમાં એકલી રોકીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઘટના 2015માં બની હતી. આરોપ છે કે ત્યારબાદ શિક્ષકે લગ્નનું વચન આપીને મહિલાને ઈમોશનલી બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. પછી બંને જણાએ સંબંધ રાખવાની મર્યાદા કરી લીધા હતી પાર.


મહિલાએ કહ્યું કે લગ્નના વચનને કારણે તે ચૂપ રહી. પરંતુ થોડા દિવસ પહેલાં તેને ખબર પડી કે ટીચરે બીજે લગ્ન કરી લીધા છે, પછી તે ચૂપ રહી ન શકી. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતથી દુ:ખી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. મહિલાની ફરિયાદ પર પોલીસે આરોપી ડાન્સ ટીચર વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે.


આ પણ વાંચોઃ ડોભાલ, જયશંકર... પીએમ નરેન્દ્ર મોદીને માત્ર અમિત શાહ નહીં આ 5 જણા બનાવે છે શક્તિશાળી


આ મહિલા ગ્વાલિયર શહેરના ઉપનગર મુરારમાં ઘસમંડીની રહેવાસી છે. 32 વર્ષીય મહિલાએ પોલીસને જણાવ્યું કે તે 2015માં બાલ્કિશન અગ્રવાલ ઉર્ફે બીકેના પુત્ર સતીશ ચંદ્ર અગ્રવાલના ડાન્સ ક્લાસમાં જોડાઈ હતી. ડાન્સ શીખવતી વખતે શિક્ષકે તેની સાથે મિત્રતા કરી અને તેની નિકટતા વધારી.


એક દિવસ ઘરે આવતાં તેને રોકી હતી.જ્યારે ડાન્સ ક્લાસના બાકીના લોકો નીકળી ગયા ત્યારે તેણે તેની પર બળાત્કાર કર્યો. આરોપ છે કે શિક્ષકે ધાકધમકી આપીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. જોકે, મહિલાએ શિક્ષક સામે વિરોધ કરતાં તેણે લગ્નનું વચન આપ્યું હતું. આ પછી તેણે સતત શારીરિક સંબંધો બનાવવાનું શરૂ કર્યું. મહિલાએ કહ્યું કે તાજેતરમાં જ તેને ખબર પડી કે આરોપીના લગ્ન એક વર્ષ પહેલાં થઈ ગયાં છે. એસએસપી ક્રાઈમ રાજેશ દાંડૌતિયાએ જણાવ્યું કે ફરિયાદ મળતા જ મુરાર પોલીસ સ્ટેશન સક્રિય થઈ ગયું અને આરોપી ભાગી જાય તે પહેલા તેને પકડી લીધો. મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


ગ્વાલિયરમાં જ જન્મદિવસની પાર્ટીમાં બળાત્કાર
આવો જ બીજો કિસ્સો ગ્વાલિયરમાં જ સામે આવ્યો છે. છોકરીની બર્થ-ડે પાર્ટીમાં પહોંચેલા તેના મિત્રએ 'આઈ લવ' કહીને લગ્નનું વચન આપ્યું હતું અને બાદમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. મામલો 2019નો છે. આ પછી આ પ્રક્રિયા સતત ચાલતી રહી. બાદમાં યુવકે ના પાડતાં યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.


આ પણ વાંચોઃ Mughal History: શું મુગલ રાજકુમારીઓના લગ્ન થવા દેતા ન હતા? સામે આવ્યું સત્ય


આપાગંજના મધૌગંજના હાથીખાનામાં રહેતી 24 વર્ષની યુવતીએ દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના પિતા ચાની દુકાન ચલાવે છે જ્યારે તેની માતા ઘરેલુ કામ કરે છે. પીડિતાએ જણાવ્યું કે 12 એપ્રિલ 2019ના રોજ તેનો જન્મદિવસ હતો. તે દિવસે સંદીપ રાવ સિથોલે ઘરે આવ્યો હતો. પછી તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. બાદમાં તેના પર બળાત્કાર કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube