તમે ગાંધીજીની તસવીરો અને કેટલાક વીડિયો તો અનેક જોઈ હશે, પણ શું તમે તેમનો ઈન્ટરવ્યૂ જોયો છે? ગાંધીજીના ઈન્ટરવ્યૂનો એકમાત્ર વીડિયો પણ મોજૂદ છે. નેશનલ ગાંધી મ્યૂઝિયમની આર્કાઈવમાં તમને આ વીડિયો જોવા મળશે. શરમીલા સ્વભાવના ગાંધીજીએ કેવી રીતે મસ્તક ઝૂકાવીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો તેની સ્પષ્ટ ઝલક આ વીડિયોમાં તમને જોવા મળશે. આ ઈન્ટરવ્યૂ અમેરિકન મીડિયા ‘ફોક્સ મુવીટોન ન્યૂઝ’ દ્વારા લેવામાં આવ્યો હતો. જે ગાંધીજીનો એકમાત્ર ઈન્ટવ્યૂ હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીજી પહેલેથી જ શરમીલા સ્વભાવના હતા. પત્રકારના બહુ જ પ્રયાસ બાદ તેઓ ઈન્ટરવ્યૂ આપવા માટે તૈયાર થયા હતા. 30, એપ્રિલ 1931ના રોજ આ ઈન્ટરવ્યૂ લેવાયો હતો. આ એ જ વર્ષ હતું, જ્યારે ગાંધીજીએ પૂર્ણ સ્વરાજનો નારો બુલંદ કર્યો હતો. મીઠાનો કાયદો તોડવા માટે દાંડી માર્ચ યોજી તી. અંગ્રેજોનો અહિંસાત્મક રીતે ખુલીને વિરોધ શરૂ કર્યો હતો. અહીંથી જ દેશની પૂર્વ સ્વરાજ્ય બનાવવાની ચળવળ તેજ થઈ હતી. ગાંધીજીનો સ્વરાજ વિચાર બ્રિટનના રાજનીતિક, સમાજિક, આર્થિક, બ્યૂરોક્રેટિક, કાયદાકીય, સૈનિક તથા શૈક્ષણિક સંસ્થાઓના બહિષ્કાર કરવાનું આ આંદોલન હતુ. 


ગાંધીજી અને પત્રકાર વચ્ચે થયેલી વાતચીતના અંશો :


પત્રકાર : મિ.ગાંધી શું તમે જણાવશો કે, તમે લંડનમાં યોજાનારી બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે જવાના છો?
ગાંધીજી : મને કોઈ ધારણા નથી. જો હિન્દુ-મુસ્લિમ પ્રશ્નો સંતોષકારક રીતે સોલ્વ નહિ થાય તો જવાની કોઈ ધારણા નથી.
પત્રકાર : જો ઈંગ્લેન્ડ તમારી માંગો પર સહમત થઈ ગયું, તો શું તમે નવા ભારતીય રાજ્યોમાં પૂર્ણ પ્રતિબંધ લગાવવાનો ઈરાદો રાખો છો?
ગાંધીજી : ઓહ, હા
પત્રકાર : પૂર્ણ પ્રતિબંધ?
ગાંધીજી પૂર્ણ
પત્રકાર : જો ભારત આઝાદી મેળવે છે, તો શું તમે બાળ વિવાહ નાબૂદ થશે તેવી ધારણા રાખો છો?
ગાંધીજી : મને પહેલેથી જ ગમતુ હતુ
પત્રકાર : જો ઈંગ્લેન્ડ તમારી માંગોને પૂરુ નહિ કરે, તો શું તમે ફરીથી જેલ જવા તૈયાર છો?
ગાંધીજી : હું હંમેશા જેલ પરત ફરવા તૈયાર છું
પત્રકાર : શું તમે ભારતની આઝાદી માટે મરવા તૈયાર છો?
ગાંધીજી : આ ખરાબ સવાલ છે
પત્રકાર : શું તમે રાઉન્ટ ટેબલ કોન્ફરન્સમાં જશો તો ભારતીય પોષાક પહેરવાનું પસંદ કરશો, કે યુરોપીય પોષાક?
ગાંધીજી ; હું નિશ્ચિત રૂપે યુરોપીય પોષાકમાં નહિ દેખાઉ અને જો વાતાવરણ અનુકૂળ હશે તો હું હાલ જેવો છું તેવી જ સ્થિતિમાં પ્રસ્તુત થવાનું પસંદ કરીશ.
પત્રકાર : જો ઈંગ્લેન્ડના રાજા તમને બકિંગહામ પેલેસમાં ડિનર માટે આમંત્રિત કરશે, તો તમે તમારા ભારતીય પહેરવેશમાં નહિ જાઓ?
ગાંધીજી : અન્ય પોષાક માટે મને નિરાશા લાગશે, કેમ કે મારે આર્ટિફિશ્યલ હોવું જોઈએ.