નવી દિલ્હી: ખગોળીય ઘટનાઓના ઇતિહાસમાં એક રસપ્રદ ઘટના બની છે. એક દુર્લભ ધૂમકેતુ પૃથ્વીની નજીકથી પસાર થયો છે. આ ઘટના રસપ્રદ છે કારણ કે છેલ્લા 50 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે. જ્યારે તે પૃથ્વીની નજીક આવ્યો ત્યારે તે ચમકતો જોવા મળ્યો હતો. આ દુર્લભ ધૂમકેતુને ગ્રીન ધૂમકેતુ કહેવામાં આવી રહ્યું છે. સાથે જ વિજ્ઞાનની ભાષામાં તેને C/2022 E3 નામ આપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખગોળશાસ્ત્રીઓએ 2 માર્ચ 2022ના રોજ આ દુર્લભ ધૂમકેતુની શોધ કરી હતી. તે કેલિફોર્નિયામાં ઝ્વીકી ટ્રાન્ઝિયન્ટ ફેસિલિટીના વાઈડ ફિલ્ડ સર્વે કેમેરાની મદદથી શોધી કાઢવામાં આવ્યું હતું. 12 જાન્યુઆરીએ તે પૃથ્વીની સૌથી નજીક જોવામાં આવ્યું હતું.


શું છે ધૂમકેતુ?
ધૂમકેતુઓ સૌરમંડળનો ભાગ છે. તેઓ ધૂળ, ખડક, બરફ અને ગેસથી બનેલો હોય છે. જે ટુકડાઓ તરીકે દેખાય છે. તેઓ વિવિધ ગ્રહોની જેમ સૂર્યની આસપાસ ફરે છે. આ રીતે લાખો ધૂમકેતુઓ સૂર્યની પરિક્રમા કરી રહ્યા છે. તેણે પૂંછડીયો તારો પણ કહેવામાં આવે છે. ધૂમકેતુઓ ઉલ્કાઓ કરતાં વધુ ઝડપથી ફરે છે. સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી વખતે તેઓ સૂર્યની નજીક આવે છે અને ગરમ થયા પછી ચમકવા લાગે છે. આ રીતે તેઓ એક ચમકતા પિંડ તરીકે જોવામાં આવે છે અને જ્યારે તેઓ ખસે છે, ત્યારે તેઓ તૂટેલા તારા જેવા દેખાય છે.


દુર્લભ ધૂમકેતુ


કેટલું અલગ છે ગ્રીન કોમેડ?


ગંદા સ્નોબોલ : 
આ ધૂમકેતુ પૃથ્વીની નજીક પહોંચ્યો. ત્યારે તેની ગરમી વધી ત્યારે તે ચમકતો જોવા મળ્યો હતી. સૂર્યની નજીક આવતાની સાથે જ તેની અંદરનો બરફનો ભાગ ઝડપથી પીગળવા લાગે છે. તેથી જ તેને ડર્ટી સ્નોબોલ પણ કહેવામાં આવે છે.


પાષાણ યુગ દરમિયાન બનેલોઃ 
ટેલિસ્કોપથી મળેલી માહિતી અનુસાર આ ધૂમકેતુ લગભગ 50 હજાર વર્ષ જૂનો છે. એવો અંદાજ છે કે તે પાષણકાળ દરમિયાન સૌરમંડળમાં રચાયો હશે. પૃથ્વી પર જ્યારે નિએન્ડરથલ્સ જોવા મળ્યા હતા તે સમયગાળામાં આ વાત સામે આવી હોવી જોઈએ.


આ રીતે લેવામાં આવી પહેલી તસવીર: 
ગ્રીન ધૂમકેતુની પ્રથમ તસવીર લદ્દાખમાં હિમાલયન ચંદ્ર ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી હતી, જેનું સંચાલન ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્ર સંસ્થા, બેંગલુરુ દ્વારા કરવામાં આવે છે. સૌપ્રથમ ફોટો ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે તે આંતરિક ગ્રહોમાંથી સૂર્ય તરફ જતો જોવા મળ્યો હતો. તેના પાછળના ભાગમાં તે પૂંછડી જેવું લાગતું હતું. જેના કારણે તેને પૂંછડીનો તારો પણ કહેવામાં આવે છે.


10 ફેબ્રુઆરીએ મંગળ ગ્રહની નજીક પહોંચશે
અર્થસ્કાયના રિપોર્ટ અનુસાર 10 ફેબ્રુઆરી, 2023ના રોજ આવી ઘટના ફરી બનશે જ્યારે ધૂમકેતુ મંગળની નજીકથી પસાર થશે. ખગોળશાસ્ત્રીઓને ફરીથી આ ઘટનાને કેમેરામાં કેદ કરવાની તક મળશે. વૈજ્ઞાનિકોએ આ ઘટનાને ખૂબ જ રસપ્રદ ગણાવી છે કારણ કે ઉંમરની દ્રષ્ટિએ આ ગ્રહ ઘણો જૂનો છે. અત્યાર સુધી આવા જૂના ધૂમકેતુઓ ભાગ્યે જ શોધાયા છે. એટલા માટે આ ઘટના મહત્વની હતી.