નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત આજે પણ અત્યંત નાજુક કહેવાઈ રહી છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં તેમના સ્વાસ્થ્ય અંગે 11 વાગે રજુ થયેલા મેડિકલ બુલેટિનમાં તેમની તબિયત હજુ પણ નાજુક છે એમ જણાવાયું છે. રાતે જેવી હતી તેવી જ સ્થિતિ છે. કોઈ ફેરફાર નથી. તેઓ છેલ્લા 9 અઠવાડિયાથી એમ્સમાં દાખલ છે. હાલ તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. આજે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ એમ્સ જઈને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી હતી. અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા પણ ગયા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અટલજીએ ઇમરજન્સી માટે આ ત્રણ વાક્યો કહ્યા અને...


હાલ અટલ બિહારી વાજપેયી સંબંધિત નિવેદનો, ભાષણો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. લોકો તેમના સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેમને યાદ કરવાની કોશિશ કરી રહ્યાં છે. આવામાં એક દુર્લભ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. 


એકવાર પંડિતજીએ પણ કહ્યું હતું કે, અટલજી...


હકીકતમાં આ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી પણ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિલ્હી સ્થિત ભાજપના કાર્યાલયમાં વાજપેયી પગપાળા જઈ રહ્યાં છે અને ત્યારે જ તેમની નજર પીએમ મોદી પર પડે છે. તેઓ તેમને પાસે આવવાનો ઈશારો કરે છે. નરેન્દ્ર મોદી ભાગીને વાજપેયી પાસે આવે છે અને તેમને વળગી પડે છે. 


શું તમે જાણો છો કે અટલજીએ અંતિમ ભાષણ ક્યાં આપ્યું હતું?


પીએમ નરેન્દ્ર મોદી બુધવારે વાજપેયીની તબિયતની જાણકારી મેળવવા માટે એમ્સ પહોંચ્યા હતાં. વાજપેયી ડાયાબિટિસના દર્દી છે. તેમનો 11 જૂનથી એમ્સમાં ઈલાજ ચાલી રહ્યો છે. તેમનો જન્મ 1924માં થયો હતો. એમ્સમાં ડો. રણદીપ ગુલેરિયાની નિગરાણીમાં તેમની સારવાર થઈ રહી છે. જેઓ એમ્સના ડાઈરેક્ટર પણ છે.