ઝી મીડિયા/બ્યૂરો :તમને યાદ હશે કે કેટલાક વર્ષો પહેલા લોકો નોટ પર સોનમ ગુપ્તા બેવફા હૈ (Sonam Gupta Bewafa Hai) લખીને તસવીર વાયરલ કરતા હતા. આ ટ્રેન્ડ એટલો વાયરલ થયો હતો કે, લોકો પરેશાન થઈ ગયા હતા કે આખરે આ સોનમ ગુપ્તા કોણ છે. કંઈક આવુ જ ફરી ટ્રેન્ડમાં આવ્યુ ચે. હવે લોકો નોટ પર લખી રહ્યા છે કે રાશિ બેવફા છે ((Rashi Bewafa Hai)). જ્યારે પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ આવે છે, તો લોકો હેરાનીમાં મૂકાઈ જાય છે. એટલુ જ નહિ, લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે કે આવુ કોણ કરી રહ્યાં છે અને આખરે કેમ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાશિ બેવફા છે ટ્રેન્ડ કરી રહ્યુ છે 
સોશિયલ મીડિયા પર વાયરલ થવા પર કેટલાક લોકો અલગ અલગ પ્રકારના કીમિયા અપનાવે છે. કંઈક આવુ જ નવા ટ્રેન્ડમાં જોવા મળ્યુ છે. કેટલાક લોકો નોટની ઉપર રાશિ બેવફા હૈ લખીને માર્કેટમાં સરક્યુલર કરી રહ્યાં છે. જ્યારે પણ કોઈની પાસે આવી નોટ આવે છે, તો લોકો કન્ફ્યૂઝ થઈ જાય છે. આખરે કોણ આ પ્રકારનુ લખાણ નોટ પર લખે છે. સોનમ ગુપ્તા બેવફા હૈના ટ્રેન્ડને ફોલ કરીને હવે રાશિનો નવો ટ્રેન્ડ આવ્યો છે. 



તમને યાદ હશે કે રાશિનો રસોડેને મેં કોન થા (Rasode Me Kon Tha)) પણ જોરદાર ટ્રેન્ડ થયુ હતું. જે સાથ નિભાના સાથિયા ધારાવાહિકનો એક ડાયલોગ હતો.