આજે 13 નવેમ્બર એટલે કે કાર્તિક સુદ છઠ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે ઉત્તરાષાઢા નક્ષત્ર છે અને યોગ શૂલ છે. આજની ચંદ્ર રાશિ ધન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે સરકારી નોકરી મેળવવા માટે કરો આ ઉપાય... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જયશ્રી કૃષ્ણ…


  • પ્રશ્ન – સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોક્ત ઉપાય

  • સૂર્યદેવનું યંત્ર ધારણ કરવું

  • રવિવારે આ યંત્રને 10 વખત સફેદ કાગળ ઉપર લીલી પેનથી દોરવું

  • ત્યારબાદ આ કાગળ સૂર્યદેવની મૂર્તિને અર્પણ કરવું

  • રક્તચંદન મિશ્રિત જળનું સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું

  • રવિવારે સફેદ પુષ્પ ઘરના મુખ્ય ઓરડામાં મૂકવા

  • સફેદ ગાયને લીલો ઘાસચારો નીરવો


તારીખ

13 નવેમ્બર, 2018, મંગળવાર

માસ

કાર્તિક સુદ છઠ

નક્ષત્ર

ઉત્તરાષાઢા

યોગ

શૂલ

ચંદ્ર રાશી

ધન (ભધફઢ)


  1. આજે છઠ પૂજાનો શુભદિવસ છે

  2. ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં છે અને તેના સ્વામી સૂર્યદેવ છે

  3. સૂર્યદેવના દ્વાદશ નામજપ અવશ્ય કરવા

  4. આદિત્યહૃદયનો પાઠ પણ આજે કરવો

  5. સૂર્યદેવની નિશ્રામાં નારાયણકવચનો પાઠ કરવાથી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થાય છે


 


મેષ (અલઈ)

  • સૂર્યદેવનું વિશેષ બળ આજે આપને પ્રાપ્ત છે

  • સંચિત કર્મનું શુભફળ આજે પ્રાપ્ત થાય

  • સરકાર દ્વારા ધનપ્રાપ્તિના યોગ છે

  • આજે વાતચીત કરવાની ઇચ્છા ન થાય

વૃષભ (બવઉ)

  • અટક્યા કાર્ય આગળ વધી શકે છે

  • દૈનિક આવક વિશેષ પ્રાપ્ત થાય

  • કમિશન સાથે સંકલાયેલા જાતકોને સફળતા

  • જ્ઞાતિ સાથેના સંબંધો વિશેષ ગાઢ થાય

મિથુન (કછઘ)

  • નિરાશાના વિચારો આવે

  • આપે ઉત્સાહિત રહેવું પડશે

  • ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ સાચવવું

  • પ્રેમ સંબંધોમાં નિરાશા વ્યાપી શકે છે

કર્ક (ડહ)

  • માતા સાથેનો પ્રેમ વધે

  • વાહનની દરકાર આજે વિશેષ કરશો

  • અભ્યાસ અંગે થોડી મુશ્કેલી આવે

  • પરદેશના કાર્યોમાં વિઘ્ન આવે

સિંહ (મટ)

  • કાર્યનો ઉકેલ આવે

  • પિતા દ્વારા લાભ પ્રાપ્ત થાય

  • જીવનસાથી દ્વારા પણ સહકાર મળે

  • ઉઘરાણી માટેનો પ્રવાસ ફળદાયી રહે

કન્યા (પઠણ)

  • મિત્રો સાથે વેપારની ચર્ચા થાય

  • રાત્રિની ઊંઘમાં વિક્ષેપ આવે

  • સ્થાનાંતરના યોગ રચાયા છે

  • અચાનક સ્થળાંતરના યોગ પણ છે

તુલા (રત)

  • ધનવ્યયના યોગ છે

  • પરદેશ રહેતા વિદ્યાર્થીઓને ધનની તંગી પડે

  • સહકર્મચારી દ્વારા થોડી સતામણી થાય

  • પેટ સંબંધી પીડા જણાય

વૃશ્ચિક (નય)

  • જમીન મકાનના કાર્યોમાં તેજી

  • ટ્રાન્સપોર્ટના વ્યાવસાયીકોને લાભ

  • આવક વધુ બળવાન બને

  • કૌટુંબિક વિઘ્નોનો સામનો કરવો પડે

ધન (ભધફઢ)

  • વેપારમાં વધુ રોકાણ થઈ જાય

  • માલનો ભરાવો ચિંતાનો વિષય થાય

  • સૂકી ખાંસીની વ્યાધી સતાવે

  • ગળામાં થોડી બળતરા થઈ શકે છે

મકર (ખજ)

  • ભાષા આકરી બને

  • ગુહ્યબિમારીથી સાચવવું

  • જીવનસાથી સાથે સુમેળ વધે

  • મિત્રતામાં થોડી ઓટ વર્તાય છે

કુંભ (ગશષસ)

  • મિત્રવર્તુળ મોટું થઈ શકે છે

  • વિદ્યાર્થી મિત્રોને સરળતા

  • ગણિતના વિષયોમાં વિશેષ સાનુકૂળતા રહે

  • નોકરીમાં  વિઘ્નોનો સામનો કરવો પડે

મીન (દચઝથ)

  • હાડકાની બિમારીથી સાચવવું

  • સંતાન આપના કાર્યમાં વિશેષ રસ લે

  • મોડી સાંજે મન ચિંતાથી થોડું ઘેરાઈ જાય

  • વેવિશાળની વાત આવવાના હળવા સંકેત છે 


 


  • જીવનસંદેશ –

  • ગમે તેટલા શાસ્ત્રોક્ત ઉપાય કરીએ તો પણ લાભ નથી થતો એમ કેટલાક લોકો કહે છે...

  • ગમે તેટલા મંત્રજાપ કરીએ તો પણ લાભ નથી થતો...

  • શા માટે આમ થાય છે...

  • મનમાં જો ભય રાખીને શાસ્ત્રોક્ત ઉપાય કરશો તો પણ લાભ નહીં થાય

  • ડર પ્રત્યેક કાર્યમાં વિઘ્ન નાંખે છે

  • માટે ડરનો ત્યાગ કરજો, નિર્ભય બનજો. નિર્ભય બની શાસ્ત્રોક્ત ઉપાય કરશો તો જ લાભ થશે...