18 માર્ચ રાશિફળ - આજે 2 રાશિના ગ્રહો આપશે તેમને સાથે, કરાવશે છપ્પરફાડ કમાણી
નક્ષત્રો પોતાની ચાલ દર સમયે બદલતા રહે છે. ગ્રહો મુજબ રોજનો દિવસ અલગ અલગ હોય છે. ક્યારેક આપણે દુખ મળે છે તો ક્યારેક સુખ. ત્યારે આજના દિવસનું રાશિફળ જરૂરથી જાણી લેવું.
નવી દિલ્હી : નક્ષત્રો પોતાની ચાલ દર સમયે બદલતા રહે છે. ગ્રહો મુજબ રોજનો દિવસ અલગ અલગ હોય છે. ક્યારેક આપણે દુખ મળે છે તો ક્યારેક સુખ. ત્યારે આજના દિવસનું રાશિફળ જરૂરથી જાણી લેવું.
મેષ
તમે કોઈ પણ વાત સમજી-વિચારીને કહેવી. લોકો પાસેથી કોઈ આશા ન રાખવી. તમારી તરફથી વિન્રમતા દાખવો. આજે થનારી કોઈ ખાસ વાતચીત તમારા ભવિષ્યને પ્રભાવિત કરી શકે છે. આજને તમે વ્યવહારિકતા પણ દાખવો. તમારા મનની વાત પર ભરોસો મૂકો. કોઈ મોટુ સરપ્રાઈઝ તમારી પાસે પાસે આવી શકે છે. કોઈ મોટા લોકોની સાથે રહેવાથી તમને આજે ફાયદો થવાના યોગ છે.
વૃષભ
શાંતિથી દિવસ વિતાવો અને આગામી સમયનું પ્લાનિંગ કરો. તમારું કામ મન લગાવીને કરો. સમય આવવા પર તમને તેનો ફાયદો થશે. તમારા દ્વારા મૂકાયેલી યોજનાઓ પૂરી થઈ શકે છે. બદલાવને સ્વીકારવાનો દિવસ છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. મકાન સંબંધી સમસ્યાઓનું સમાધાન મળશે. બિઝનેસના કામથી બહાર જવાનું થશે. સંતાનની પ્રગતિ થશે. અનેક કામ પૂરા થશે.
મિથુન
તમારી જવાબદારીઓથી વધુ કામ ન લો. તમારા માટે ખુદ પર નિયંત્રણ અને અનુશાસન રાખવું જરૂરી છે. દરેક ભાવનાત્મક સ્થિતિમાં ખુદને સંયમમાં રાખો. રૂપિયાના મામલામાં ધીરે ધીરે આગળ વધો. મોટા અને અનુભવી લોકોની સારી સલાહ તમને મળશે. કલા, સંગીત, ભાષા, લેખન સાથે જોડાયેલા લોકોને કરિયર સંબંધે સારી તક મળી શકે છે. બિઝનેસમાં કર્મચારીઓ પર વધુ ધ્યાન આપો.
કર્ક
અચાનક ફાયદો થવાના યોગ છે. રોકાયેલા નાણા મળી શકે છે. રોજિંદા કામકાજ અડચણ વગર પૂરા થશે. કોઈ મોટી વાતને લઈને ટેન્શન પૂરુ થઈ શકે છે. તમે ઘણા ઉત્સાહમાં રહેશોય મિત્રો અને સંબંધીઓ વિશે વિચાર કરશો. મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ રહેશે. કોઈ તણાવપૂર્ણ સ્થિતિને સંભાળવા અને શાંત કરવાનો પ્રયાસ કરો. વિકાસની યોજનાઓ બનાવી શકો છો.
સિંહ
નોકરીવાળા અને બિઝનેસવાળા લોકો ટાર્ગેટ બનાવીને કામ કરે. તમે જલ્દી જ સફળ થશો. તમારા જીવનમાં કેટલાક ક્ષેત્રોમાં બદલાવ આવી શકે છે. તેનો અહેસાસ તમને પહેલેથી જ થશે. તમે નાના-મોટા વિષયો પર પણ ઊંડાણપૂર્વક વિચાર કરશો. ધીરજ રાખો અને આખી વાત સમજી-વિચારીને કોઈ નિર્ણય લો. અચાનક કોઈ વાતની તમારા પર ઊંડી અસર પડશે. મિત્રોની મદદ મળશે.
કન્યા
અનેક અડચણો દૂર થઈ શકશે. કામ સમય પર કરી લો. નોકરી અને રૂપિયાના સંદર્ભે દિવસ સારો જશે. તમે ઘણા મહત્વાકાંક્ષી અને ઉદાર પણ હોઈ શકો છો. તમને સફળતા મળે કે ન મળે, તમારા પ્રયાસો ન છોડો. આજે કોઈ સારી તક મળી શકે છે. પરિવાર કે મકાન સંબંધિત અધૂરા કામ પૂરા થવાના યોગ બની રહ્યા છે. ધીરજથી કામ લેશો તો અચૂક સફળતા મળશે. બિઝનેસ સારો ચાલશે. કામના વિસ્તારની યોજનાઓ બનાવશો. રોકાયેલા રૂપિયા મળશે.
તુલા
મીઠું બોલીને આજે તમે તમારું કામ કરાવી લેશો. કરિયર અને અંગત સંબંધો તમારા માટે મોટો મુદ્દો બની શકે છે. નવી નોકરી માટે પ્રયાસો કરવાના રહેશે. કરિયરને લઈને તમારા દિમાગમાં અનેક એવા આઈડિયા આવી શકે છે, જે તમારા કરિયર માટે કારગત નીવડશે. કેટલાક મોટા નિર્ણય પણ તમે લઈ શકો છો. આ હેતુમાં મનોમંથન અને વાતચીત પણ થશે. વૃદ્ધોનો આર્શીવાદ મળી શકે છે. પરિવારમાં ખુશીની તક મળી શકે છે.
વૃશ્ચિક
આજે તમે કોઈ ખાસ નિર્ણય પર પહોંચી શકશો. ગત કેટલાક દિવસોથી મગજમાં જે ઉથલપાથલ ચાલી રહી છે, તે પૂરી થઈ શકે છે. તમારા માટે દિવસ ઠીકઠાક રહેશે. ધનલાભ થવાના યોગ છે. મૂલ્યવાન ધાતુઓથી ફાયદો થશે. પ્રતિષ્ઠિત લોકોને મળવાનું થશે. ખાણીપીણી પર સંયમ રાખજો. આર્થિક કામકાજમાં પ્રગતિ થઈ શકે છે.
ધન
આગળ વધવાની સારી તક મળી શકે છે. આજે તમે શક્યત શાંત રહો, સમજદાર બનીને ચાલો. પરિવારની સાથે તાલમેલ સારો રહેશે. ખરીદારી થઈ શકે છે. નવી વસ્તુ કે કાર ખરીદવાનો વિચાર થઈ શકે છે. પારિવારિક સુખ અને સંતોષ બની રહેશે. પોતાની વસ્તુઓ સંભાળીને રાખો.
મકર
આજે અજાણતા જ તમારાથી એવું કામ થશે, જેનાથી તમારું માનસન્માન બે ડગલા વધી જશે. ઓછી મહેનતમાં વધુ ફાયદો થશે. કામકાજમાં સફળતા મળવાના યોગ છે. ભાઈઓ અને મિત્રોની મદદથી તમને ફાયદો થશે. આજે જે પણ નવું કામ કરવા ઈચ્છો છો, તે શરૂ કરી શકો છો. જમીન-મકાનની ખરીદારી થવાના યોગ છે. દિવસભર બિઝનેસ વિશે પ્લાનિંગ કરી શકો છો. તકલીફોનું સમાધાન તમારી સામે આવી શકે છે.
કુંભ
ધનલાભ થવાની તક તમને મળશે. એકાગ્રતા રાખવાનો પ્રયાસ કરો. સાથે કામ કરનારા લોકોની તમે ખાસ વાત શેર કરી શકો છો. પ્રેમ સંબંધો વધુ મધુર બનશે. તમારા ગ્રહો તમારા કામ પૂરા કરાવી શકે છે. બિઝનેસમાં તકલીફો પૂરી થવાના યોગ છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકશે. તમારી ઓળખની સીમા વધી શકે છે અને તમે હિંમતથી કામ લઈ શકશો.
મીન
આજે તમે કામમાં જરૂરથી વધુ ઉર્જામય રહેશો. તમારી ઉર્જા યોગ્ય દિશામાં લગાવવાનો પ્રયાસ કરો. તમારી સફળતા સમગ્ર રીતે તમારી તૈયારીઓ પર અવલંબન છે. મહત્વના લોકો સાથે અચાનક અને યોગ્ય સમય પર મુલાકાત થશે. બિઝનેસના સૌદા સફળ થઈ શકે છે. રૂપિયાની સ્થિતિ સકારાત્મક બની શકે છે. દિવસ સકારાત્મક રીતે વિતાવો. પરિસ્થિતિ જોઈને તરક કોઈ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરી લેજો.