Surya Rashi Parivartan 2021 :ઓક્ટોબર મહિનામાં 17 તારીખે સૂર્યનું રાશિ પરિવર્તન થવાનુ છે. સૂર્ય નવ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્ય ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન કરતો રહે છે. આ વખતે સૂર્ય તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. સૂર્ય આ રાશિમાં 16 નવેમ્બર, 2021 સુધી રહેશે. સૂર્યના ગોચરથી કેટલીક રાશિઓને ફાયદો થવાનો છે. તો કેટલીક રાશિઓ માટે કપરો સમય બની રહેશે. આવામાં જાણી એ કે સૂર્યનું રાશિ પરિવર્તન (Surya Rashi Parivartan 2021 Date) કોના માટે સારું સાબિત થશે અને કોના માટે ખરાબ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધન રાશિ
સૂર્યના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને ફાયદો થશે. આ દરમિયાન પારિવારિક જીવન સારુ જશે. કારોબારને લઈને બનાવવામાં આવેલી યોજનાઓ સફળ રહેશે. નોકરીવાળા લોકોની મહેનતનું ફળ મળશે. 


મકર રાશિ
સૂર્યના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં પ્રશંસા મળશે. પિતાની સાથે સંબંધ તણાવપૂર્ણ બની શકે છે, તેને સારા કરવા માટે તમારે પ્રયાસ કરવાના રહેશે. કરિયરમાં આગળ વધવામાં મદદ મળશે.


સિંહ રાશિ
આગળથી ચાલી આવેલી સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ દૂર થશે. વેપારીઓ માટે સમય અનુકૂળ રહેશે. જીવનસાથીની સાથે મજબૂત સંબંધ રહેશે. સરકારી નોકરીવાળા લોકોની આવકમાં વૃદ્ધિ થશે.


મીન રાશિ
પરિવારના કોઈ સદસ્ય માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. ઘરના લોકો સાથે તમે સારુ અનુભવશો. આ રાશિના લોકોના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. ભાઈ-બહેનોના સંબંધોમાં સુધાર આવશે. નોકરીવાળા જાતકોનો પગાર વધશે. 


તુલા રાશિ
આગળ વધવા માટે અનેક પ્રકારની નવી તકો મળશે. લવ લાઈફ સારી રહેશે. વિદેશમાં નોકરી કરવાના યોગ બની શકે છે. કારોબારમાં લાભ પ્રાપ્ત થશે.


મિથુન રાશિ
વિદેશ જઈને અભ્યાસ કરવાના યોગ બની શકે છે. પ્રેમ સંબંધોમાં સારા ફળ મળશે. પાર્ટનરની સાથે કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાના યોગ બને છે.