રમત રમતમા મહિલાના ડ્રેસમાં ઘૂસી ગયો ઊંદર... વિચાર્યું ન હોય એવી ઘટના બની
- આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર failarmy નામના યુઝરે શેર કર્યો છે
- આ વીડિયોને અત્યાર સુધી 2.25 લાખથી વધુ લાઈક્સ મળી છે
ઝી મીડિયા/બ્યૂરો :અનેકવાર મોજમસ્તી કરતા સમયે લોકો એવી હરકત થાય છે ક લોકોના તે મોંઘુ પડી જાય છે. મસ્તી મસ્તીમાં કરેલી મજાક અનેકવાર આફત લઈને આવે છે. લોકો અનેકવાર પ્રાણીઓની સાથે મસ્તી કરતા હોય છે, જેમાં પ્રાણીઓ ગુસ્સે થાય છે અને માણસોને સબક શીખવાડે છે. આવુ જ કંઈક થયું એક મહિલા સાથે. મહિલાને ઊંદર સાથે મસ્તી કરવી ભારે પડી હતી. મહિલાએ સપનામાં ય વિચાર્યુ નહિ હોય કે તેની સાથે આવુ થઈ જશે.
સોશિયલ મીડિયા પર હાલ એક મહિલા અને ઊંદરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક રસ્તાના કિનારે મહિલાને એક નાનકડો ઊંદર દેખાય છે. તેથી મહિલા તે ઊંદરને રમાડવા જાય છે. ઊંદર કૂદાકૂદ કરતો હોય છે. પરંતુ મહિલા ત્યાંથી હટતી નથી. પરંતુ એટલીવારમાં ઊંદર પાસે આવીને મહિલાની સ્કર્ટમાં ઘૂસવા લાગે છે. ડરના માર્યે મહિલા બૂમબરાડા પાડવા લાગે છે.
મહિલા પોતાનો જીવ બચાવીને દોડવા લાગે છે. તેથી ઊંદર નીચે પડી જાય છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર failarmy નામના યુઝરે શેર કર્યો છે. વીડિયોમાં તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, જંગલી પ્રાણીઓને વધુ ઉત્તેજિત ન કરવા જોઈએ.
આ વીડિયોને લોકો બહુ જ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયોને અત્યાર સુધી 2.25 લાખથી વધુ લાઈક્સ મળી છે. અનેક લોકો તેના પર કમેન્ટ કરી રહ્યાં છે.