ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉંદરની સમસ્યા દરેક લોકોના ઘરમાં હોય છે. ઘણા લોકોના ઘરમાં ઉંદર ખાવાનું બગાડે છે, કપડા ફાડી નાંખે છે અને ઇલેક્ટ્રિક વાસ્તુના વાયર પણ કાપી નાખે છે તો ઘણીવાર ગાડીમાં પણ વાયરિંગ અને સીટને મોટું નુકશાન પણ પહોંચાડતા હોય છે. જેથી ઘણા લોકો ઉંદરને મારવા માટેની દવા ઘરમાં મુકતા હોય છે તો ઘણા લોકો પાંજરાનો પણ ઉપયોગ કરે છે, તેમ છતાં પણ આ બધા ઉપાયો થોડા સમય પૂરતા હોય છે. ઘણીવારઉંદર દવા ખાઈને ઘરમાં જ એવી જગ્યાએ મરી જાય છે જે શોધવા છતાં પણ મળતી નથી, અને તેની ગંધથી પણ હેરાન થઇ જતા હોય છે ત્યારે આજે અમે તમને ઉંદરને માર્યા કે દવા આપ્યા વગર જ ઘરમાંથી ભગાવવાના સરળ ઉપાયો જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં ખતરનાક સાપથી કરવામાં આવે છે બોડી મસાજ! જોઈને તમે પણ રહી જશો દંગ


ડુંગળી છે ઉપયોગી
તમને ખબર છે કે ઉંદરોને ડુંગળીની ગંધ સહેજ પણ પસંદ નથી આવતી, તો તમે પણ ઉંદરથી છુટકારો મેળવવા માટે ઘરના ખૂણામાં રાખી દો, ડુંગળીની તીખી ગંધથી જ ઉંદર ઘર છોડીને ભાગી જશે.

ફટકડીનો કરો ઉપયોગ
ઉંદરને ફટકડીની ગંધ પણ પસંદ નથી આવતી, જો ઘરમાં ઉંદરનો ત્રાસ વધારે હોય તો ફટકડીનો પાવડર બનાવીને ઉંદરના દર પાસે નાખી દો, જેનાથી ઉંદર ઘર છોડીને ભાગી જશે.

પીપરમિન્ટ પણ છે ફાયદાકારક
ઉંદરોને પીપરમિન્ટની ગંધ પણ પસંદ નથી આવતી, તો તમે પીપરમિન્ટના ટુકડા પણ ઘરમાં અલગ અલગ જગ્યા ઉપર રાખી શકો છે જેના કારણે ઉંદર તેની સુગંધથી જ ઘરમાંથી ચાલ્યા જશે


હવે માત્ર 10 સેકંડમાં જ થઈ જશે કોરોના પોઝિટિવની ઓળખ, આવી ગઈ છે લેટેસ્ટ ટેસ્ટિંગ કિટ

લાલ મરચું છે અસરદાર
લાલ મરચું એ ભારતીય મસાલાઓનું ગૌરવ છે. આ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ ઉંદરને લાલ મરચું જરા પણ પસંદ નથી . આવી સ્થિતિમાં લાલ મરચું પાવડર ઘરના ખૂણામાં રાખો જ્યાં ઉંદરો વધુ દેખાય છે. આ પાવડર જોઈને, ઉંદરો આંગણામાં પ્રવેશતા પહેલા 10 વખત વિચાર કરશે અને ત્યાંથી ચાલ્યા જશે.

ઊંટના પગના નખથી દૂર ભાગે છે ઉંદર
તમને જાણીને નવાઈ લાગશે કે ઊંટના પગના નખ પણ ઉંદરને ઘરની બહાર ભગાવવામાં બહુ જ કારગર સાબિત થાય છે. ઘરના પ્રવેશદ્વાર અથવા તો જે જગ્યાએથી ઉંદર પ્રવેશ કરે છે એ જગ્યા ઉપર ઊંટના પગનો નખ રાખી દો, જો ઉંદર તેને એકવાર સ્પર્શ કરી લેશે પછી બીજીવાર તમારા ઘર તરફ એ ક્યારેય નહીં આવે.

ફુદીનાના પાંદડા
ભારતમાં ફુદીનાની સારી માંગ છે.  પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઉંદર ફૂદીનાને સખત નફરત કરે છે.  ફુદીનો તેમના ઘરમાં ફેલાયેલા આતંક સમાન છે. તેથી, ઉંદરોને ઘરથી દૂર રાખવા માટે, ખૂણા અને રસોડામાં ફૂદીનાના પાંદડાઓ અથવા ફૂલો લગાવો.

માણસના વાળ
ઉંદરને ઘરમાંથી ભગાડવા માટે આ સૌથી સરળ રીત છે માણસના વાળ. તમને જાણીને ભલે જ નવાઈ લાગે પણ ઉંદરને ભગાડવાનો આ સૌથી સારો ઉપાય છે કેમ કે માણસના વાળથી ઉંદર ભાગે છે. કેમ કે તે ગળવાથી તેનું મૃત્યુ થઇ જાય છે તેથી નજીક આવવાથી તે ઘણા ડરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube