દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન નવલ ટાટા ગુરુવારે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. હજારો લોકોએ ભીની આંખે તેમને વિદાય આપી. રતન ટાટાનું બુધવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે નિધન થયું હતું. પૂરા રાજકીય સન્માન સાથે પદ્મવિભૂષણ રતન ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બિઝનેસ, રાજકારણ, બોલીવુડ દરેક ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી હતી. મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસના શોકની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રદ્ધાંજલિ આપવા માટે ભીડ ઉમટી
મુંબઈમાં તેમના નિધનની સૂચના બાદ હજારો લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે નરીમન પોઈન્ટ સ્થિત નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ પહોંચ્યા હતા. અહીં રતન ટાટાના પાર્થિવ શરીરને રાજકીય સન્માન સાથે રખાયું હતું. મોડી સાંજે રાષ્ટ્રીય ધ્વજમાં લપેટીને તેમનું પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે વરલી સ્થિત સ્મશાન ઘાટમાં લઈ જવાયા. અહીં હજારો લોકોની હાજરીમાં તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા. 


પારસી રીતિ રિવાજથી ન થયા અંતિમ સંસ્કર
રતન નવલ ટાટાના અંતિમ સંસ્કાર પારસીઓની પરંપરાગત દખમાની જગ્યાએ દાહ સંસ્કાર કરીને થયા. સૌથી પહેલા તેમના પાર્થિવ શરીરને પ્રેયર હોલમાં રખાયું. જ્યાં પારસી રીતથી ગેહ-સારનૂ વાંચવામાં આવ્યું. રતન ટાટાના પાર્થિવ શરીરના મુખ પર પર એક કપડાનો ટુકડો રાખીને 'અહનાવેતિ'નો પહેલો અધ્યાય સંપૂર્ણ વાંચવામાં આવ્યો. આ શાંતિ પ્રાર્થનાની એક પ્રક્રિયા છે. ત્યારબાદ ઈલેક્ટ્રિક અગ્નિદાહથી અંતિમ સંસ્કાર કરાયા.