Ration Card KYC Update : જો તમને મફત રાશન જોઈતું હશે તો તમારે 15 ફેબ્રુઆરી પહેલા એક કામ કરી લેવું જરૂરી છે. રાશન કાર્ડ માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમે ઇ-કેવાયસી નહીં કરાવો, તો તમને 15 ફેબ્રુઆરી 2025 પછી રાશન નહીં મળે. ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટે રેશન કાર્ડ ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે 15 ફેબ્રુઆરી, 2025ની સમયમર્યાદા નક્કી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ સરકારી યોજનાઓનો લાભ કરોડો લોકોને મળે છે. ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ આજે પણ બે સમયના ભોજનની વ્યવસ્થા કરી શક્તા નથી. આવા લોકોને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. રાષ્ટ્રીય ખાધ સુરક્ષા કાયદા હેઠળ, ભારત સરકાર દ્વારા ઓછા ખર્ચે અને મફતમાં રાશન આપવામાં આવે છે. આ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ છે. સરકારે રાશનકાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે અંતર્ગત માત્ર કેટલાક રાશનકાર્ડ ધારકોને જ લાભ મળી શકશે. 15 ફેબ્રુઆરી પછી રાશનકાર્ડ ધારકોને રાશનની સુવિધાનો લાભ નહીં મળે


  • Mera Ration 2.0 App ડાઉનલોડ કરો

  • ઇ-કેવાયસી ન હોય તો રાશન નહીં

  • અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી 2025 છે


ઈ-કેવાયસી શું છે?
E-KYC એક ઈલેક્ટ્રોનિક પ્રક્રિયા છે જેના દ્વારા વપરાશકર્તાની ઓળખ ચકાસવામાં આવે છે. તેનું સંપૂર્ણ સ્વરૂપ છે - તમારા ગ્રાહકને જાણો. E-KYC એક ડિજિટલ પ્રક્રિયા છે, જે વપરાશકર્તાની ઓળખની ચકાસણી કરે છે. આમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તેની મદદથી બાયોમેટ્રિક અથવા ઓટીપી આધારિત વેરિફિકેશન કરવામાં આવે છે.


રાજભાનો ‘ઘેરો વડલો’ ન રહ્યો! કલાકાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો, પિતાનું નિધન થયું


રાશન કાર્ડ ઇ-કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવું


  • આ માટે સૌથી પહેલા તમારે Mera Ration 2.0 App ની મુલાકાત લેવી પડશે. તેની મદદથી ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે.

  • સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત લેવી પડશે.

  • આ પછી તમારે Mera Ration 2.0 App સર્ચ કરવાની રહેશે. પછી તેને ઈન્સ્ટોલ કરવું પડશે.

  • આ પછી તમારે મોબાઈલ નંબર નાખવો પડશે અને પછી કેપ્ચા કોડ નાખવો પડશે.

  • પછી તમારે OTP દાખલ કરવો પડશે, જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થશે.

  • આ પછી તેને સબમિટ કરવાનું રહેશે.

  • આ પછી તમારે "મેનેજ ફેમિલી ડિટેલ્સ" વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

  • આ પછી જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે અને e-KYC પૂર્ણ કરવાનું રહેશે.

  • આ પછી તમારે સબમિટ બટન પર ટેપ કરવાનું રહેશે.


ખાસ નોંધ
કાશન કાર્ડ ઇ-કેવાયસી પૂર્ણ કરવાની અંતિમ તારીખ જુદા જુદા રાજ્યો માટે અલગ હોઈ શકે છે. તમારા પરિવારના સભ્યોની ઇ-કેવાયસીમાં ચકાસણી કરી શકાય છે. આ માટે પરિવારના સભ્યોની આધાર કાર્ડની વિગતો તમારી પાસેથી લઈ શકાય છે. અન્ય વિગતો પણ માંગવામાં આવી શકે છે. આધાર કાર્ડ ઈ-કેવાયસીની મદદથી પાત્ર સભ્યોની માહિતી મેળવવામાં આવે છે. આ ઉપરાંત છેતરપિંડી રોકવા માટે ઈ-કેવાયસી પણ જરૂરી છે.


રાશન કાર્ડ માટે ઇ-કેવાયસી કરાવવા માટે, તમે તમારા નજીકના ફૂડ સપ્લાય સેન્ટર પર જઈ શકો છો અને આધાર કાર્ડ સાથે ઈ-કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે તમે ઓનલાઈન રેશન કાર્ડનું ઈ-કેવાયસી પણ મેળવી શકો છો.


શેરમાર્કેટની સલાહ આપતી દુકાનો બંધ થશે! SEBI એ જાહેર કર્યો નવો નિયમ