Ration Card Update: રાશન કાર્ડધારકો માટે જોરદાર ખુશખબરી છે. જો તમે પણ રાશન કાર્ડધારક (Ration Card Holder) છો તો તમારી દિવાળી (Diwali 2022) આ વખતે શાનદાર રહેશે. તાજેતરમાઅં જ કેન્દ્ર સરકારે ફ્રી રાશન યોજનાને ડિસેમ્બર સુધી વધારી દીધી છે. ત્યારબાદ રાજ્ય સરકારો પણ કાર્ડધારકો માટે જાહેરાત કરી રહી છે. આ ક્રમમાં હવે સરકારે ખાંડના ભાવને ઓછા કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહી તમને 100 રૂપિયામાં કરિયાણાનો સામાન મળી જશે. આવો જાણીએ લેટેસ્ટ અપડેટ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાંડ માટે આપશે આટલા રૂપિયા
સરકારે વધતી જતી મોંઘવારીને જોતાં ખાંડના ભાવને ઓછા કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ તમારે ખાંડ માટે હવે બસ પ્રતિ કિલો 20 રૂપિયા ચૂકવવા પડશે. અંત્યોદય કાર્ડ ધારકોને સરકારની આ જાહેરાતનો લાભ મળશે. સરકારે આ જાહેરાથી કાર્ડ ધારકોને વધતી જતી મોંઘવારીમાં રાહત મળશે. તહેવારની સિઝનમાં સરકાર તરફથી આપવામાં આવી રહેલી આ સુવિધાથી ફ્રી રાશનનો લાભ ઉઠાવી રહેલા લોકોમાં ખુશી છે અને તેમનું કહેવું છે કે સરકારે આ જાહેરાતથી દિલ જીતી લીધું છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube