Ration Service Umang App (રિપોર્ટ: આરતી રોય): તમને જલદી જ રાશનની દુકાનો સામે લાંબી લાંબી લાઇનો જોવા નહી મળશે. રાશન કાર્ડ ધારકોને જલદી જ આ લાંબી લાઇનોમાંથી મુક્તિ મળી જશે. કેન્દ્ર સરકારે 'રાશન સર્વિસની સુવિધા હવે ઉમંગ એપ પર શરૂ કરી દીધી છે. ઉમંગ એપ દ્રાર ઘરે બેઠા મહિનાનું રાશન સરકારી ભાવે સરળતાથી મંગાવી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુવિધા ભારતના 22 રાજ્યોમાં
તમને જણાવી દઇએ કે સુવિધા ભારતના 22 રાજ્યોમાં શરૂ કરવામાં આવશે. આ એપ પર રાશન બુક કરાવવાની સાથે-સાથે નજીકની દુકાનને શોધી પણ શકાશે. સાથે જ સામાનની કિંમત પણ ચેક કરી શકો છો. તેના પર રાશનની દુકાન પર મળનાર તમામ વસ્તુઓના ભાવ પણ ઉપલબ્ધ હશે. 


Ration Service હેઠળ મળનાર સુવિધાઓ 
કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ સેવા સામાન્ય લોકો સુધી સીધી અને યોગ્ય ભાવે સામાન પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી છે. ઉમંગ એપની આ સર્વિસ દ્રારા ગ્રાહક પોતાની સુવિધા અનુસાર સામાન સરકારી ભાવે ખરીદી શકશે. કાર્દ ધારક રાશનની દુકાનની સચોટ જાણકારી પણ લઇ શકે છે. 


ખરીદીનો 6 મહિનાનો રેકોર્ડ પણ
કાર્ડ ધારક આ સુવિધાનો ઉપયોગ કરી પોતાની ખરીદીના 6 મહિનાનો રેકોર્ડ પણ જોઇ શકે છે. મેરા રાશન સર્વિસ હેઠળ હિંદી-અંગ્રેજી સાથે ભારતમાં બોલાતી 12 ભાષાઓ જેમ કે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી, અસ્મિ, ઓડિયા, બંગાળી, ઉર્દૂ, ગુજરાતી અને મરાઠી ભાષામાં જાણકારી લઇ શકાશે. 


શું છે UMANG App
ઉમંગ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન છે. જે કોઇપણ એંડ્રોઇડ ફોનના પ્લેસ્ટોર પરથી સરળતાથી ઉપલબ્ધ છે. આ એપ પર સરકારી સુવિધાઓ સાથે જોડાયેલા સામાન્ય લોકો માટે ગેસ કનેક્શનથી માંડીને પેંશન, ઇપીએફઓ સહિત 127 વિભાગોની 841 થી વધુ સેવાઓ ઉપલબ્ધ છે. તમે તેને ભારતની મુખય 12 ભાષાઓમાં ઉપયોગ કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube