Dussehra 2024 : 12 ઓક્ટોબરના રોજ દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ઘણી જગ્યાએ રામલીલા ભજવાઈ હતી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ થયો છે જે તમને હસવા માટે મજબૂર કર દેશે. રામલીલામાં રામ અને રાવણની ભૂમિકા ભજવી રહેલા કલાકારો રીલને બદલે રિયલ લાઈફમાં ઝઘડા પર ઉતરી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર આ મામલો ઉત્તર પ્રદેશના અમરોહાનો છે. જ્યાં વિજયાદશમીના દિવસે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક બંને કલાકારો સામ સામે આવી ગયા હતા અને સ્ટેજને લડાઈનો અખાડો બનાવી દીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.


180 કિલોના શખ્સને ફાયરના 11 જવાનોએ મહામહેનતે ચોથા માળથી નીચે ઉતાર્યો, દેવું થઈ જતા કર્યો આપઘાતનો પ્રયાસ


વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ સજાવવામાં આવ્યું છે. રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. લક્ષ્મણ પણ સ્ટેજ પર છે. તીર વડે સામ સામે લડાઈ ચાલી રહી છે.  આ સમયે રાવણ રામનું પાત્ર ભજવતા અભિનેતાને ધક્કો મારે છે. આવી સ્થિતિમાં, કલાકારનું સંતુલન બગડે છે. જેના કારણે તે ગુસ્સે થઈ જઈ રાવણ પર હુમલો કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થઈ જાય છે. જો કે ત્યાં હાજર આયોજકો સ્ટેજ પર પહોંચીને બંનેને ઝધડતા અટકાવે છે.


 


શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી, બંગાળની ખાડીનું તોફાન આખા ભારતમાં કાતિલ ઠંડી લાવશે