મંદીના ફફડાટ વચ્ચે RBI મોદી સરકારને 1.76 લાખ કરોડ હસ્તાંતરીત કરશે
ભારતીય રિઝર્વ બેંકના બોર્ડે કેન્દ્ર સરકારને 1.76 લાખ સરપ્લસ પડેલ રિઝર્વ રકમ હસ્તાંતરીત કરવાના નિર્ણયને મંજુરી આપી દીધી છે
નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક (RBI) કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપશે. રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડનાં વિમલ જાલાન કમિટીની ભલામણને મંજુર કરી લીધી છે. સોમવારે યોજાયેલી બેઠક બાદ આરબીઆઇએ કહ્યું કે, બોર્ડે મોદી સરકારને 1,76,051 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 1,23,414 કરોડ રૂપિયાનાં સરપ્લસ રકમ 2018-19 માટે હશે. આ ઉપરાંત સંશોધિત આર્થિક મુડીના ઢાંચા અનુસાર વધારાના પ્રાવધાન હેઠળ 52,637 કરોડ રૂપિયા આપવામાં આવશે.
મહેબુબાને મોટો ઝટકો: પીડીપીના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા
પેનલે પોતાની મુખ્ય ભલામણોને યથાવત્ત રાખી અને ઢાંચામાં માત્ર એક પરિવર્તન કર્યું છે. આ કમિટીમાં સુભાષ ચંદ્ર ગર્ગનાં બદલે નાણાસચિવ રાજીવ કુમારે લીધી. આ સરપ્લસ ટ્રાન્સફરથી સરકારને પોતાનાં કરની આવકમાં કોઇ પણ સંભવિત ઘટાડો આવે તો મદદ મળશે.આ સરપ્લસ ટ્રાન્સફર જીડીપી (2018-19) ના 1.25 ટકા છે. રિઝર્વ બેંકે મોદી સરકારની સલાહ બાદ એક કમિટીની રનચા કરી હતી. જેની કમાન પુર્વ આરબીઆઇ ગવર્નર વિમલ જાલાનનાં હાથોમાં હતી. જેથી કેન્દ્રીય બેંકની હાલના માળખાગત ઢાંચાની સમીક્ષા કરવામાં આવી શકે.
ટ્રક ચાલક કહેતા રહ્યો હું કાશ્મીરી છું, છતા પ્રદર્શનકર્તાઓએ લઇ લીધો જીવ
રાહુલ ગાંધીને રાજ્યપાલનો સણસણતો તમાચો: મારા નિમંત્રણને વેપાર સમજી બેઠા?
આ કમિટીનું કામ એ સલાહ આપવાનું હતું કે આરબીઆઇ કેટલી મુડી પોતાની પાસે રાખવી જોઇે. બાકી સરકારને આપી દેવી જોઇે. આરબીઆઇ પાસે 2017-18નાં આર્થિક વર્ષના અંતમાં 9.6 લાખ કરોડ રૂપિયાની મુડી હતી. ગત્ત દિવસોમાં સરપ્લસ રકમ મુદ્દે સરકાર અને આરબીઆઇ વચ્ચે ગરમાયો હતો. સરકારે કહ્યું હતું કે, રિઝર્વ બેંક કોઇ પણ અન્ય સેન્ટ્રલ બેંકની તુલનાએ વધારે રોકડ રિઝર્વ રાખી રહી છે અને તેને વધારાની મુડી કેન્દ્ર સરકારને આપી દેવી જોઇએ.
ઇમરાન ખાનની લુખ્ખી ધમકી, અમે કાશ્મીર માટે પરમાણુ યુદ્ધની હદ સુધી પણ જઇશું
આ વિવાદ વચ્ચે ઉર્જીત પટેલે અંગત કારણોનો હવાલો ટાંકતા આરબીઆઇ ગવર્નર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નાણામંત્રાલયે તર્ક આપ્યો હતો કે આરબીઆઇ પાસે પોતાની કુલ સંપત્તીનાં 28 ટકા જેટલી બજારની મુડી છે, જે વૈશ્વિક સ્તર પર કેન્દ્રીય બેંકો દ્વારા રખાતી રિઝર્વ મુડીની તુલનાએ અનેક ગણી વધારે છે. વૈશ્વિક નિયમ 14 ટકા મુડીનો છે. જો કે ઉર્જીત પટેલ બાદ પૂર્વ આર્થિક સચિવ શશિકાંત દાસાને નવા આરબીઆઇ ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા.