રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી 2000 રૂપિયાની નોટ પર મોટી જાણકારી અપાઈ છે. આરબીઆઈએ જણાવ્યું છે કે સર્ક્યુલેશનમાં રહેલી 2000 રૂપિયાની 76 ટકા નોટ કા તો બેંકમાં જમા કરી દેવાઈ છે અથવા તો બદલી નાખવામાં આવી છે. આ સાથે જ દેશની જનતાને 30 સપ્ટેમ્બર પહેલા બાકી નોટ બેંકમાં જમા કરવા માટે કહેવાયું છે. જો 2000 રૂપિયાની કુલ નોટની વેલ્યુની વાત કરીએ તો 19મી મેના રોજ નોટ વાપસીની જાહેરાત સમયે તે 3.56 લાખ કરોડ રૂપિયાની હતી. પરંતુ 30 જૂનના રોજ ઘટીને 84000 કરોડ રૂપિયા રહી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 સપ્ટેમ્બર સુધીનો સમય
આરબીઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ પાછી ફરેલી નોટોમાંથી 87 ટકા જનતા દ્વારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવાઈ છે. જ્યારે બાકીની 13 ટકા અન્ય મૂલ્યવર્ગમાં બદલી નાખવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આરબીઆઈએ મે મહિનામાં ઉઠાવેલા આ આશ્ચર્યજનક પગલા સ્વરૂપે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી લેવાની જાહેરાત કરી હતી. જો કે બેંકે જાહેર રીતે આવી નોટોને ખાતામાં જમા કરવા કે પછી બેંકોમાંથી બદલી કાઢવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. 


19મી મેના રોજ કરી જાહેરાત
નવેમ્બર 2016માં મોદી સરકાર તરફથી નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો રાતોરાત બંધ કરી હતી. પરંતુ આ વખતે તેનાથી ઉલટુ 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં કાયદેસર ગણાશે. ચલણમાં રહેલી 2000 રૂપિયાની બેંકનોટનું કુલ મૂલ્ય 31 માર્ચ 2023ના રોજ 3.63 લાખ કરોડ રૂપિયા હતું. તે 19મી મે 2023ના રોજ કારોબાર બંધ થતા ઘટીને 3.56 લાખ કરોડ રૂપિયા રહી ગયું હતું. 


બેંકો પાસેથી મળેલા આંકડા મુજબ 19મી મેના રોજ જાહેરાત બાદ ચલણમાંથી પાછી મળેલી 2000 રૂપિયાની બેંક નોટનું કુલ મૂલ્ય 30 જૂન 2023 સુધીમાં 2.72 લાખ કરોડ રૂપિયા છે. આરબીઆઈ તરફથી નિવેદનમાં કહેવાયું છે કે 30 જૂનના રોજ કારોબારની સમાપ્તિ પર ચલણમાં 2000 રૂપિયાની બેંક નોટ 0.84 લાખ કરોડ રૂપિયા હતા. આ રીતે 19મી મે 2023ન સુધી ચ લણમાં 2000 રૂપિયાની કુલ 76 ટકા બેંકનોટ પાછી ફરી છે.