રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વિલફુલ ડિફોલ્ટર્સ એટલે કે જાણી જોઈને કરજ  નહીં ચૂકવનારાઓ સાથે સમાધાન અને લોનને ટેક્નિકલ રાઈટ ઓફ લોન ખાતામાં નાખવા સંબંધિત પોતાના હાલના સર્ક્યુલર પર ચારેબાજુથી ટીકા થયા બાદ સ્પષ્ટતા કરી છે. તેમણે આ અંગે સંબંધિત સવાલ જવાબ બહાર પાડ્યા છે. RBI એ  તેમાં સ્પષ્ટ કર્યું છે કે વિલફૂલ ડિફોલ્ટર્સ સાથે સેટલમેન્ટ કરવાની વાત કોઈ નવી નથી. આ પ્રક્રિયા છેલ્લા 15 વર્ષથી વધુ વર્ષથી ચાલે છે. RBI એ સોમવારે કહ્યું હતું કે સમાધાન અને લોનને ટેક્નિકલ રીતે રાઈટ ઓફ કરવાના હાલના નિર્દેશોને બેંકોના હાલના રેગ્યુલેટરી ગાઈડન્સને તર્કસંગત બનાવ્યું છે અને વધુ પારદર્શકતા લાવવા માટે કેટલીક સંબંધિત જોગવાઈઓને કડક કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે 8 જૂનના સર્ક્યુલરમાં 
આ સરર્ક્યુલરમાં દેશભરની તમામ બેંકો અને ફાઈનાન્શિયલ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે જે લોકો કે કંપનીઓ ડિફોલ્ડર થઈ ચૂક્યા છે કે લોન ફ્રોડમાં ફસાયેલા છે તેમને ફરીથી લોન આપો.  તેમાં એવું પણ કહેવાયું છે કે આ પ્રકારના લોકો સાથે બેંક મળીને વાતચીત કરે એટલે કે સેટલમેન્ટ કરી શકે છે. એટલું જ નહીં આરબીઆઈએ  બેંકોને સલાહ આપી કે તેઓ ઈચ્છે તો આ પ્રકારના વિલફૂલ ડિફોલ્ટર્સની લોનને ટેક્નિકલ રીતે રાઈટ ઓફ કરી શકે છે. આરબીઆઈના આ નિર્ણયને બેંકના બે મોટા સંગંઠન AIBOC અને AIBEA ઘણો વિરોધ જતાવી રહ્યા છે. આ સંગઠનોનું કહેવું છે કે રિઝર્વ બેંકના આ પગલાંથી જાણવા મળે છે કે લોન ન ચૂકવવાની દાનતવાળા લોકોને એક પ્રકારે ઈનામ આપવામાં આવી રહ્યું છે. તેનાથી બેંકોની પરેશાની જ વધશે એટલું નહીં પરંતુ ઈમાનદાર કરજદારો વચ્ચે ખોટો સંદેશો પણ જઈ રહ્યો છે. 


FAQ માં આ પોઈન્ટ સામેલ
1. આરબીઆઈએ કહ્યું છે કે આમ તો લોન લેનારા જે ફ્રોડ કે વિલફૂલ ડિફોલ્ડર્સની શ્રેણીમાં નાખવામાં આવે છે તેમની સાથે બેંકોના સમાધાન કરવાની જોગવાઈ કોઈ નવો રેગ્યુલેટરી નિયમ નથી. તે 15થી વધુ વર્ષોથી ચાલતો આવ્યો છે. 


2. ફ્રોડર્સ અંગે 1 જુલાઈ 2016ના રોજ બહાર પાડવામાં આવેલા માસ્ટર ડાયરેક્શન અને એક જુલાઈ 2015ના રોજ વિલફુલ ડિફોલ્ટર્સને લઈને બહાર પાડવામાં આવેલા માસ્ટર સર્ક્યુલરમાં જે વાતો કરાઈ છે તેમા કોઈ ફેરફાર કરાયો નથી. 


3. કાયદાકીય કાર્યવાહીમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ બેંક કે નાણાકીય સંસ્થા તરફથી વિલફુલ ડિફોલ્ટર્સ તરીકે લિસ્ટેડ વ્યક્તિને આ સૂચિમાંથી નામ હટવાના પાંચ વર્ષ સુધી નવા વેન્ચર માટે સંસ્થાગત ફાઈનાન્સ નહીં મળી શકે. 


4. કરજદારો સાથે ફ્રોડ કે વિલફુલ ડિફોલ્ટર તરીકે જાહેર લોકો કુલિંગ પિરિયડના 12 મહિના સુધી ઉધારદાતાઓથી નવું ફંડ ઉધાર લઈ શકશે નહીં. 


કોણ હોય છે આ વિલફુલ ડિફોલ્ટર્સ
એવી કંપનીઓ કે લોકો જે કરજ તો લઈ લે છે પરંતુ તેને જાણી જોઈને ચૂકવતા નથી. આ લોકો લોન લઈ લે છે પરંતુ બેંકોને કોઈ પણ હપ્તાની ચૂકવણી કરતા નથી. તેમને વિલફુલ ડિફોલ્ટર્સ કહે છે.