રૂપિયામાં ઘટાડાને પગલે RBI રેપોરેટમાં કરી શકે છે 0.25%નો વધારો
રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિ 2018-19ના ચોથા દ્વૈમાસિક સમીક્ષાની ત્રણ દિવસીય બેઠકની શરૂઆત ત્રણ ઓક્ટોબરે કરશે
મુંબઇ : ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલો ઉછાળો અને રૂપિયાના સતત થઇ રહેલા અવમુલ્યાનની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ દેખાવા લાગી છે. ભારતીય રિઝર્વ બેંક ક્રૂડઓઇલના ભાવ વધારા તથા રૂપિયામાં ઘટાડાના કારણે ફુગાવો વધવાની આશંકાને જોતા આગામી મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો દર 0.25 ટકા વધી શકે છે. રિઝર્વ બેંકની મૌદ્રીક નીતિ સમિતિ 2018-19ના ચોથા દ્વિમાસિક સમીક્ષાનાં ત્રણ દિવસીય બેઠકની શરૂઆત ત્રણ ઓક્ટોબરે કરશે.
મૌદ્રિક નીતિ સમીક્ષાની જાહેરાત પાંચ ઓક્ટોબરે કરવામાં આવશે. સતત બે વખત વૃદ્ધિ બાદ હાલ રેપો રેટ 6.50 ટકા છે. યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી કારકિરણ રાયે કહ્યું કે, પેટ્રોલ - ડીઝલની વધી રહેલી કિંમતોના કારણે ફુગાવો વધવાનું અનુમાન છે. અત : રિઝર્વ બેંક પહેલા જ બચાવ માટેના પગલા ઉઠાવી શકા છે. અનુમાન છે કે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવશે.
એચડીએફસીનાં ઉપાધ્યક્ષ તથા મુખ્ય કાર્યકારીના મિસ્ત્રીએ કહ્યું કે, મુદ્રાનાં હાલનાં સ્તરને જોતા તેમનું માનવું છે કે આરબીઆઇ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરશે. ઉલ્લેખનીય છે કે, સતત નબળા પડી રહેલા રૂપિયો 73ના સ્તરથી પણ ઘટે તેવી શક્યતા છે. નિષ્ણાંતોનું માનવું છે કે નબળો રૂપિયો પણ રિઝર્વ બેંકનાં દર વધારવાને પ્રેરિત કરી શકે છે.
ભારતીય સ્ટેટ બેંકે પોતાનું સંશોધન ઇકોરેપમાં કહ્યું કે, રિઝર્વ બેંકને રૂપિયાને ઘટતો અટકાવવાનાં બદલે વ્યાજ દરમાં ઓછામાં ઓછા 0.25નો ઘટાડો કરવી જોઇએ.
ભારતીય સ્ટેટ બેંકે પોતાનાં સંશોધન રિપોર્ટ ઇકોરેપમાં કહ્યું કે, રિઝર્વ બેંકને રૂપિયાનાં ઘટાડાને અટકાવવા માટે વ્યાજ દરમાં ઓછામાં ઓછું 0.25 ટકાનો વધારો કરવો જોઇએ. મોર્ગેન સ્ટેનલીએ પણ કહ્યું કે તેને ઓક્ટોબર બેઠકમાં રિઝર્વ બેંક દ્વારા ટુંકા ગાળાનો વ્યાજદર વધારવાની આશા છે. કોટક ઇકોનોમિક રિસર્ચના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થવાનું અનુમાન છે. જો કે બેંક અધિકારીઓને રોકડ અનામત સરેરાશ (સીઆરઆર)માં ઘટાડાનું અનુમાન છે.