RTGS દ્વારા નાણા ટ્રાન્સફર કરતા લોકો માટે ખુશખબર, RBIએ લીધો મોટો નિર્ણય
RTGS ઉપરાંત એક ખાતામાંથી બીજા ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનું એક અન્ય લોકપ્રિય માધ્યમ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) પણ છે
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આમ આદમીને રાહત આપતા RTGS દ્વારા પૈસા મોકલવાનો સમય દોઢ કલાક વધારીને સાંજે 6.00 કલાક સુધીનો કરવામાં આવ્યો છે. આ નિયમ 1 જૂનથી લાગુ તશે. RBI દ્વારા મંગળવારે આ જાહેરાત કરાઈ હતી. અત્યારે RTGS દ્વારા સાંજે 4.30 કલાક સુધી જ પૈસા ટ્રાન્સફર કરી શકાતા હતા. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) વ્યવસ્થા અંતર્ગત એક ખાતામાંથી બીજા ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનું કામ તાત્કાલિક થતું હતું.
RTGSનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થાય છે. જેના અંતર્ગત ઓછામાં ઓછા રૂ.2 લાખ મોકલી શકાય છે અને વધુમાં વધુ રકમ મોકલવાની કોઈ જ મર્યાદા નથી. RBI દ્વારા કરાયેલી જાહેરાતમાં જણાવાયું છે કે, "RBIએ RTGS દ્વારા ગ્રાહકોને પૈસાની હેર-ફેરનો સમય સાંજે 4.30 કલાકથી વધારીને 6.00 કલાક કરવાનો નિર્ણય લીધો છે."