નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ જાહેરાત કરી છે કે બહુ જલદી 20 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે. મહાત્મા ગાધીની નવી સિરીઝની આ નોટોમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. આ અંગે આરબીઆઈએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે 20 રૂપિયાની નવી નોટ હળવા લીલા- પીળા રંગની (greeish yellow) હશે. તેની પાછળ સાઈડ (રિવર્સ) પર દેશની સાંસ્કૃતિક વારસાની ઝલક તરીકે ઈલોરાની ગુફાઓનું ચિત્ર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જો કે આ સાથે રિઝર્વ બેંકે એ સ્પષ્ટ કર્યું છે કે જે પહેલાની 20 રૂપિયાની નોટ ચલણમાં છે તે કાયદાકીય રીતે માન્ય જ ગણાશે. ડિઝાઈનની રીતે જો 20 રૂપિયાની નોટ જોઈએ તો તેની મધ્યમાં મહાત્મા ગાંધીનું ચિત્ર હશે. 


જુઓ LIVE TV



આ સાથે જ ગેરંટી ક્લોઝની સાથે સુક્ષ્મ રીતે RBI, Bharat, India, અને 20 લખ્યું હશે. ગવર્નરના હસ્તાક્ષર હશે. આ સાથે જ મહાત્મા ગાંધીની તસવીરની જમણી બાજુ આરબીઆઈનું ચિન્હ હશે. તથા અશોક સ્તંભનું પણ ચિન્હ તથા 20 રૂપિયાનો વોટરમાર્ક પણ જોવા મળશે.