આરબીઆઈ સિંગાપુર પછી ઈંડોનેશિયા, યુએઈ અને મોરેસિયસ સહિતના દેશોમાં શરૂ કરવા જઈ રહી છે આ સર્વિસ. જેનાથી અનેક લોકોને મદદ થશે. આરબીઆઈ ડાયરેક્ટ પેમેન્ટ લિંક સેટ કરવા માટે વાતચીત કરી રહી છે, જેથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઝડપી અને સસ્તા ફંડ ટ્રાન્સફર કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBIના એક વરિષ્ઠ અધિકારીએ G20 સમિટમાં નાણાંમંત્રી અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠક દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે કેટલાક લેટિન અમેરિકન દેશોએ UPIનો રસ દાખવ્યો છે. સેન્ટ્રલ બેંક UPI અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC), અથવા ડિજિટલ રૂપિયો, ઇવેન્ટમાં પ્રતિનિધિઓને પ્રદર્શિત કરી રહી છે અને વિદેશીઓને પણ UPI નો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહી છે. નિયમનકારો અને સરકાર ફંડ ટ્રાન્સફરમાં મદદ કરવા માટે UPI પેમેન્ટ લિંકને વિસ્તૃત કરવા અને લેવામાં આવતા સમયને ઘટાડવા અને બેંકો દ્વારા વસૂલવામાં આવતા ઊંચા ખર્ચને દૂર કરવા આતુર છે. 


આ શું? એક વ્યક્તિ માત્ર 2 ટામેટાં અને 3 બટાકાની ખરીદી શકશે, સરકારનો વિચિત્ર હુકમ


OMG: લાફા ખાઈને મહિલાઓ વધારે છે પોતાનું સૌંદર્ય, 50 લાફા ખાવાથી વધે છે ગજબની સુંદરતા


અત્યંત ચિંતાજનક! માણસોને ઝોમ્બી જેવા બનાવી દે છે આ ડ્રગ, ચામડી સાવ સડી જાય છે


આ પગલું ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે.આરબીઆઈના અધિકારીએ કહ્યું કે બિનનિવાસી ભારતીયો માટે યુપીઆઈનો ઉપયોગ પણ આવતા મહિને શરૂ થશે, જેથી આ ટૂલનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ફોન નંબર દ્વારા થઈ શકે. ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેનો અમલ થઈ શક્યો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube