નવી દિલ્હીઃ પુલવામાં CRPF પર થયેલા હુમલામાં RDX નો ઉપયોગ કરાયો નથી, પરંતુ સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને એક ઘાતક હથિયાર બનાવાયું હતું. ઘટનાસ્થળનું નિરીક્ષણ કરનારા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેમાં ખીલીઓ, લોખંડના ટૂકડા ભરીને વધુ વિનાશક બનાવાયું હતું. વિસ્ફોટ બનાવવા માટે જરૂરી ચીજવસ્તુઓને સામાન્ય દુકાનો પરથી ધીમે-ધીમે ખરીદીને એકઠી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુમલાખોરની લાશ પર થયેલીઅસર અને ઘટનાસ્થળે મળેલા પદાર્થોના પ્રારંભિક નિરીક્ષણ બાદ આ નિષ્કર્ષ બહાર આવ્યો છે. જોકે, હજુ વધુ તપાસ ચાલુ છે, પરંતુ આ હુમલામાં RDX નો ઉપયોગ કરાયો હોય એવું હાલ ક્યાંય જણાતું નથી. ટોચના એક સુરક્ષા અધિકારીએ આ માહિતી આપી છે. 


આ હુમલામાં કેવા પ્રકારના કેમિકલનો હુમલો થયો છે અને કઈ વ્યક્તિને આરોપી બનાવવો એ શક્ય નથી, કેમ કે તેમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓનો ખેતીથી માંડીને અનેક પ્રકારના ઉદ્યોગોમાં વપરાશ થાય છે. RDX જેવા વિસ્ફોટકોને કોઈ પણ ટોલનાકા પર થતી તપાસમાં પકડાઈ જવાની સંભાવના હોય છે. આથી આતંકવાદીઓએ આ હુમલા માટે સામાન્ય ઉપયોગમાં લેવાતા કેમિકલ્સની મદદ લીધી છે. 


પાક.માંથી અજય બિસારીયાને પરત બોલાવાયા, પાક. હાઇકમિશ્નરની ઝાટકણી કાઢી


પુલવામાં એટેક: શ્રીનગર પહોંચ્યા રાજનાથ, શહીદોનાં પાર્થિવક દેહના કાંધ આપી શ્રદ્ધાંજલી અર્પી


છેલ્લા અનેક દિવસથી જન્મુ-કાશ્મીર હાઈવે પર ગાડીઓનું પરિવહન બંધ હતું. આથી સેના અને સીઆરપીએફના જવાનોની મોટી સંખ્યા કાશ્મીર તરફ જવાનો રસ્તો ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. ગુરૂવારે જેવો રસ્તો ખુલ્લો થયો તેવો જ સીઆરપીએફની ગાડીઓનો કાફલો જમ્મુથી રવાના થયો હતો. કાફલાની સાથે-સાથે ખાનગી વાહનોનું પરિવહન પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન જ હુમલાખોરે પોતાની ગાડી ઘુસેડી દઈને હુમલો કર્યો હતો. 


હુમલા માટે પ્રારંભની 3-4 ગાડીઓ પછીની ગાડીઓને પસંદ કરવામાં આવી હતી, જેથી કાફલાની આગળ ચાલતી ક્વિક રિએક્શન ટીમની જવાનોની ઓછી સંખ્યા ધરાવતી ગાડીઓને બદલે વધુ સંખ્યામાં જવાનો બેઠા હોય તેવી કાડીઓને નિશાન બનાવી શકાય. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...