નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના બાલાકોટ (Balakot)માં ફરી એકવાર આતંકવાદી કેમ્પો (Terror camps)ના સક્રિય હોવાની જાણકારી સામે આવી છે. ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) એ આ જાણકારી આપી છે. ગૃહ મંત્રાલયે બુધવારે રાજ્ય સભામાં લિખિતમાં આ જાણકારી આપી છે ગુપ્ત જાણકારી અનુસાર બાલાકોટમાં ફરી એકવાર પાકિસ્તાની આતંકવાદી સંગઠન સક્રિય થઇ રહ્યું છે અને ભારત વિરૂદ્ધ ધાર્મિક અને જિહાદી શિક્ષા પાઠ્યક્રમને ફરીથી શરૂ કરી રહ્યા છે. અહેમદ પટેલના પ્રશ્ન પર કેંદ્વીય ગૃહ રાજ્ય મંત્રીજી કિશન રેડ્ડીએ જવાબ આપ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહેમદ પટેલે પ્રશ્ન કર્યો હતો કે શું સરકારને એ વાતની જાણકારી છે કે પાકિસ્તાનના બાલાકોટમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થઇ રહ્યા છે. તેનો સામનો કરવા માટે સરકારે શું પગલાં ભર્યા છે?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube