ઝી બ્યૂરો, અમદાવાદઃ દિલ્લીમાં ટ્રાફિક પોલીસના વેસ્ટર્ન રેન્જના DCP પ્રશાંત ગૌતમનો નવો આદેશ આજકાલ ચર્ચામાં છે. આદેશ મુજબ, તેમના કાર્ય ક્ષેત્રમાં કારની પાછળ બેસેલા લોકોએ પણ સીટ બેલ્ટ પહેરવી પડશે. સાથે જ જે લોકો પાસે 2 વ્હીલ વાહન છે, તેમા સાઈડ મિરર નહીં હોય તો આ વાહનચાલકો સામે એક્શન લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


DCP પ્રશાંતે પોતાની રેન્જના તમામ ટ્રાફિક પોલીસકર્મીઓને આદેશ આપ્યો કે ઉપરોક્ત બંને વિષય પર સંજ્ઞાન લેવામાં આવે તેમજ ઉલ્લંઘન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. DCP પ્રશાંત કુમારે હાલમાં જ આ આદેશ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ મોટર વ્હીકલના નિયમ મુજબ આ પ્રકારના ચાલાનનો પ્રાવધાન 2004થી છે. જેને 2005માં લાગૂ કરવામાં આવ્યું હતું. જેમાં યાત્રીઓએ સીટ બેલ્ટ પહેરવું અનિવાર્ય છે. રિયર સીટ બેલ્ટનો નિયમ પહેલાથી જ લાગૂ હતો અને આ જ કારણે કાર કંપનીઓ પોતાની કારમાં રિયરમાં સીટ બેલ્ટ આપતી જઈ રહી છે. સેક્શન 381(3)માં કહેવામાં આવ્યું છે કે જો કાર ચાલી રહી છે તો ફ્રંટ સીટ પર ડ્રાઈવર સહિત બેઠેલા લોકો અને રિયર સીટ પર બેઠેલા લોકો સહિત તમામ લોકોએ સીટ બેલ્ટ લગાવવી પડશે. આ મામલે DCPએ કહ્યું કે અમારી પહેલી પ્રાથમિક્તા લોકોની સુરક્ષા છે. 




WhatsAppમાં પોતાના ફોટાવાળુ સ્ટીકર બનાવવાનું છે, તો અપનાવો આ સરળ TIPS


અધિકારીઓએ જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટ 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ 1989 બંનેમાં આ નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે હવે દિલ્લીમાં ટ્રાફિક પોલીસ આ નિયમોનું પાલન કરાવવા માટે અભિયાન ચલાવશે અને નિયમનું ઉલ્લંઘન કરતા લોકો પાસેથી દંડ પણ વસુલવામાં આવશે. વિભાગે આપેલી માહિતી મુજબ, કારની પાછળની સીટ પર સીટ બેલ્ટ ન લગાવવા પર 1000 રૂપિયા ફાઈન લગાવવામાં આવશે. જ્યારે 2 વ્હીલરમાં સાઈડ મિરર ન હોય તો તે વ્યક્તિનું 500 રૂપિયાનું ચાલાન કાપવામાં આવશે.


Facebook કે Twitter પર ભૂલથી ન કરો આ કામ, પોલીસે જાહેર કરી ચેતવણી


આપણે ગુજરાતની વાત કરીયે તો અહીં આ નિયમ લાગૂ કરવાની ખાસ જરૂર લાગી રહી છે. કારણ કે ગુજરાતના અનેક શહેરોમાં લોકો હજુ પણ ટ્રાફિક નિયમનો ભંગ કરી રહ્યાં છે. અહીં લોકો ટ્રાફિક પોલીસ અથવા શહેરી વિસ્તારમાં આવે ત્યારે જ સીટ બેલ્ટ લગાવતા જોવા મળે છે. બીજી તરફ ગુજરાતના શહેરોમાં બજારોમાં સંકળાશ હોવાને કારણે તેમજ વધતા ટ્રાફિકને કારણે મોટા ભાગના લોકો પોતાના 2 વ્હીલ વાહનોમાંથી સાઈડ મિરર કઢાવી નાખે છે. જેને કારણે ઘણીવાર પાછળથી આવતા વાહનો અડફેટે લઈ લે છે. તેવામાં દિલ્લીમાં જે નિયમ લાગૂ કરવામાં આવ્યા છે તેવા નિયમો હવે લાગૂ થાય તો નવાઈ નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube