નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કહેર મચાવી રહેલા મ્યુકોર માઇકોસિસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસ  (Black Fungus) સંક્રમણને લઈને એક નવી વાત સામે આવી છે. અત્યાર સુધી કહેવામાં આવતું હતુ કે આ બીમારી જે લોકોમાં વધુ સામે આવી રહી હતી જેને ડાયાબિટીસ છે અને સાથે લાંબા સમય સુધી સ્ટોયરેડ્સ લીધુ છે. હવે ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી છે કે તેની પાછળ ઇમ્યુનિટી વધારનાર ઝીંક સપ્લીમેન્ટ્સ (Zinc supplements) અને આયરન ટેબલેટ્સ  (Iron Talets) પણ જવાબદાર હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમ્યુનિટી બૂસ્ટર્સને લઈને થઈ રહ્યું છે સંશોધન
બ્લેક ફંગસ ફેલાવવામાં ઇમ્યુનિટી બૂસ્ટર્સ (Immunity Booster) નો કેટલો હાથ છે તેના પર બાંદ્વા સ્થિત લીલાવતી હોસ્પિટલના સીનિયર એન્ડોક્રાઇનોલોજિસ્ટ શશાંક જોશી શોધ પત્ર તૈયાર કરી રહ્યા છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઇટમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે તેમનું કહેવુ છે કે, આ બીમારીની પાછળ પ્રાથમિક કારણ તો સ્ટેયરોડ્સનો ઉપયોગ અને ડાયાબિટીસ છે પરંતુ છેલ્લા બે દિવસથી મેડિકલ કોમ્યુનિટીમાં ભારતીયો દ્વારા ઝીંક સપ્લીમેન્ટ અને આયરન ટેબલેટ્સના વધુ ઉપયોગ પર ચર્ચા થઈ રહી છે. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં જીવલેણ બની બ્લેક ફંગસ, અત્યાર સુધી 120ના મોત, સરકારે જાહેર કરી મહામારી  


ઝીંક વગર જીવિત ન રહી શકે ફંગસ
ઝીંક અને ફંગસના સંબંધને લઈને ઘણા વર્ષોથી રિસર્ચ થઈ રહ્યાં છે, જેમાં સામે આવ્યું કે ઝીંક વગર ફંગસ જીવિત ન રહી શકે. ત્યાં સુધી કે તે ફંગસને વધારવા માટે પણ જવાબદાર છે. કારણ કે પાછલા વર્ષે મહામારીની શરૂઆત બાદ ભારતીય લોકો ખુબ ઝીંકનો ઉપયોગ કરી રહ્યાં છે. તેવામાં જૂની શોધનો હવાલો આપતા ડોક્ટરોએ આ મુદ્દા પર રિસર્ચ કરવાની જરૂર વ્યક્ત કરી છે. ડોક્ટરોએ ઈન્ડિયન કાઉન્સિલ ઓન મેડિકલ રિસર્ચ (ICMR) ને માઇક્રોમાઇકોસિસના આઉટબ્રેકના કારણોનો અભ્યાસ કરાવવાનો આગ્રહ કર્યો છે જે ગંભીર ફંગલ ઇન્ફેક્શન છે. આ સંક્રણ મ્યુકોરમાઇસીટ્સ (Mucormycetes) મોલ્ડ્સને કારણે થઈ રહ્યું છે. 


દુનિયામાં સૌથી વધુ કેસ ભારતમાં
મ્યૂકોરના મામલા દુનિયામાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે. કોરોના પ્રકોપ થતાં પહેલા પણ અહીં દુનિયાભરના આશરે 70 ગણા વધુ કેસ હતા, પરંતુ છેલ્લા દોઢ મહિનામાં અહીં 8 હજાર કેસ આવવાથી હડકંપ મચી ગયો છે. કારણ કે આ સંક્રમણ ખુબ ખતરનાક છે, તેથી તેના પર રિસર્ચ કરવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ બંધ થવાના સમાચારો વચ્ચે ફેસબુકનું નિવેદન- કહ્યું- નિયમનું પાલન કરીશું


શું વધુ દવાઓ છે કારણ?
પશ્ચિમી દેશોમાં કોવિડ દર્દીઓના તાવને નિયંત્રિત કરવા માટે સામાન્ય રીતે પેરાસિટામોલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ભારતમાં હળવા લક્ષણો વાળા કોરોના દર્દીઓને પણ 5થી 7 પ્રકારની દવાઓ આપવામાં આવી રહી છે, જેમાં વિટામિન સપ્લીમેન્ટ્સ, એન્ટીબાયોટિક વગેરે સામેલ છે. તેને લઈને કોચ્ચિનાા ડોક્ટર રાજીવ જયદેવન કહે છે કે કોરોનાની પ્રથમ લહેરમાં આપણે આ વાયરસ વિશે ઓછી જાણકારી હતી, જેથી દવાઓના ઘણા પ્રકારના કોમ્બીનેશન દર્દીઓને આપવામાં આવ્યા. પરંતુ બ્લેક ફંગસની સમસ્યા માત્ર ભારતમાં થઈ. તેનાથી સ્પષ્ટ છે કે એવું કોઈ ગુપ્ત કારણ છે જેના કારણે ભારતમાં આ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube