અમદાવાદ : આ વર્ષે લોકસભા ચૂંટણીમાં 3 ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે. પહેલું પરિણામ અમેઠીનું છે. અહીં પરિણામ જાહેર થતા પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પરાજય સ્વિકારી લીધો છે. તેમણે કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને જીતની શુભકામનાઓ પાઠવી. 2014 ની લોકસભા ચૂંટણી બાદ સ્મૃતિ સતત અમેઠીમાં રહ્યા. રાહુલની અમેઠીમાં ગેરહાજરીને પણ તેમણે ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમેઠી વર્ષોથી ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. જ્યાં ગાંધી પરિવારનાં કોઇ પણ સભ્યને ઉભો રાખવામાં આવે તે ક્યારે પણ પરાજીત થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની ચૂંટણી જીત માટે સફળ જાળ બિછાવવામાં માહેર છે અમિત શાહ

જો કે આ વખતે ચોંકાવનારા પરિણામ આવ્યા છે. સ્મૃતિ ઇરાની 55297 મતોની લીડ સાથે રાહુલ ગાંધી સામે જીતી ચુક્યા છે. જો કે આ જીત માટે સ્મૃતિ ઇરાની જેટલા જવાબદાર છે તેટલા જ અમિત શાહ પણ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઇ સબળ ઉમેદવાર કોઇ પણ પ્રકારે હારી ન રહ્યો હોય ત્યારે અપક્ષની ગેમ રમીને તેને પાડી દેવામાં અમિત શાહની માસ્ટરી રહી છે. પછી તે વિધાનસભા હોય કે લોકસભા. અમિત શાહની અપક્ષ ઉમેદવારો સાથે સામેના ઉમેદવારની પરાજીત કરી દેવામાં માસ્ટરી છે. 


અમેઠીમાં રાહુલ હાર્યા તો રાજનીતિ છોડી દઇશ: સિદ્ધુનો VIDEO થયો VIRAL
સલમાને પીએમને આપી શુભેચ્છા, શિલ્પા પણ બોલી, 'મોદીજીને દંડવત પ્રણામ'
જો અમેઠી સીટની જ વાત કરીએ તો રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઇરાનીની જીત માત્ર 55297 મતથી થઇ છે. જ્યારે અન્ય વિપક્ષી ઉમેદવારો અને નાના મોટા ઉમેદવારોના કુલ મતોનો સરવાળો કરવામાં આવે તો 60 હજારથી વધારે મત થાય છે. જેથી કહી શકાય કે અપક્ષ ઉમેદવારો 60 હજાર જેટલા મત લઇ ગયા તે જો રાહુલ ગાંધીના પક્ષમાં મુકવામાં આવે તો રાહુલ ગાંધીની જીત પાક્કી હતી. ઉપરાંત જો બંન્ને વચ્ચે સરખા ભાગે વહેંચી દેવામાં આવે તો પણ ખુબ જ રસાકસી થઇ શકી હોત. 


દિલ્હીમાં ભાજપના ફાળે તમામ સીટો, ગંભીર 4 તો હંસરાજ હંસ 5 લાખ મતથી જીત્યા, જાણો અન્ય વિશે

ઉત્તરપ્રદેશની અમેઠી સીટ પર રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની સહિત કુલ 27 ઉમેદવારો હતા. જે પૈકી મોટા ભાગના ઉમેદવારો સ્પષ્ટ રીતે જીત તો ઠીક જીતની આસપાસ પણ ક્યાંય દેખાતા નથી. ત્યારે તેમને ઉભા રહેવાનું કોઇ ઔચિત્ય હતું નહી. સ્પષ્ટ રીતે જોઇએ તો તેમણે ખુબ ઓછા ઓછા મત મળ્યા છે. પરંતુ જ્યારે આ તમામ ઉમેદવારોનાં મતનો સરવાળો કરવામાં આવે તો તે સ્મૃતિ ઇરાનીની લીડ કરતા પણ વધી જાય છે. કદાચ એટલે જ અમિત શાહને આધુનિક સમયનાં ચાણક્ય કહેવામાં આવતા હશે.


Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 Rahul Gandhi Indian National Congress 412867 527 413394 43.86
2 Smriti Irani Bharatiya Janata Party 467598 916 468514 49.71
3 Afajal Varis Bahujan Mukti Party 6177 6 6183 0.66
4 Gopal Swaroop Gandhi Kisan Majdoor Berojgar Sangh 1574 0 1574 0.17
5 Durgesh Singh Bharat Prabhat Party 956 2 958 0.1
6 Nathu Ram Janvadi Party(Socialist) 846 1 847 0.09
7 Prem Shankar Moulik Adhikar Party 1728 1 1729 0.18
8 Pankaj Ramkumar Sing Akhand Rashtrawadi Party 1057 0 1057 0.11
9 Bas Deo Maurya Communist Party of India (Marxist-Leninist) Red Star 986 2 988 0.1
10 Ram Milan Rashtriya Apna Dal 1144 0 1144 0.12
11 Ram Sidh Yadav Manavtawadi Samaj Party 3052 3 3055 0.32
12 Shatrunjai Pratap Singh Lok Gathbandhan Party 1716 0 1716 0.18
13 SHIV Nandan Singh Bharatiya Sampuran Krantikari Party 1947 1 1948 0.21
14 Gopal Prasad Independent 3177 0 3177 0.34
15 Dinesh Kumar Independent 4301 0 4301 0.46
16 Dhurv lal Independent 7816 0 7816 0.83
17 Bhagwandeen Independent 3860 0 3860 0.41
18 Ram Sajiwan Independent 5616 0 5616 0.6
19 Lal Babu Independent 2318 0 2318 0.25
20 Vipin Yadav Independent 1039 0 1039 0.11
21 Shiv Kumar Independent 495 0 495 0.05
22 Dr. U.P. Shivananda Independent 546 1 547 0.06
23 Saritha S. Nair Independent 568 1 569 0.06
24 Suresh Kumar Shukla Independent 779 0 779 0.08
25 Mo. Hasan Lahari Independent 1224 0 1224 0.13
26 Harun Rasheed Independent 2083 2 2085 0.22
27 Hemant Kumar Independent 1580 0 1580 0.17
28 NOTA None of the Above 3931 9 3940 0.42
  Total   940981 1472 942453