AAP માંથી છૂટા પડેલા કપિલ મિશ્રા ભાજપમાં જોડાઇ શકે છે, મોદી સરકારના આ મંત્રીએ આપ્યા સંકેત
આમ આદમી પાર્ટી (આપ)ના બાગી ધારાસભ્ય અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકારના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને મળવા કેંદ્રીય મંત્રી વિજય ગોયલ રવિવારે (4 જૂન)ના રોજ તેમના ઘરે પહોંચ્યા અને કહ્યું કે ભાજપના દરવાજા તેમના માટે ખુલ્લા છે.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)ના બાગી ધારાસભ્ય અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકારના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને મળવા કેંદ્રીય મંત્રી વિજય ગોયલ રવિવારે (4 જૂન)ના રોજ તેમના ઘરે પહોંચ્યા અને કહ્યું કે ભાજપના દરવાજા તેમના માટે ખુલ્લા છે. વિજય ગોયલે આ દરમિયાન 2019ની લોકસભાની ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અભિયાન 'સમર્થન માટે સંપર્ક' નો ભાગ હતો. કેંદ્રીય મંત્રી સાથે મળ્યા બાદ સંવાદદાતાઓને કહ્યું ''જ્યારથી કપિલ મિશ્રા આપથી અલગ થયા છે, ભાજપના દરવાજા તેમના માટે ખુલ્લા છે.''
ભારતીય અર્થવ્યવસ્થા એવી કાર છે, જેના ત્રણ ટાયર પંક્ચર થઇ ગયા છે: ચિદંબરમ
ગત વર્ષે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કપિલ મિશ્રાને દિલ્હી સરકારથી બહાર નિકાળી દીધા હતા. ત્યારબાદ કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મંત્રી સત્યેંદ્વ જૈન પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. વિજય ગોયલે કપિલ મિશ્રાના સામાજિક કાર્યો અને સકારાત્મક વલણની પ્રશંસા કરી. કેંદ્રીય મંત્રીએ કહ્યું 'અમારે કપિલ મિશ્રા જેવા મિત્રની જરૂર છે.'
પાણી મુદ્દે ફરિયાદો મળતાં પાર્ટી ધારાસભ્ય અને જલ સંસાધન મંત્રી કપિલ મિશ્રાને હટાવી દેવામાં આવ્યા. ત્યારબાદ કપિલ મિશ્રાએ સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. પછી તેમને પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા હતા.