નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી PWD અધિકારી રીના દ્વિવેદી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે તેનો એક ટિક-ટોક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. રીનાના ડાન્સનો આ વીડિયો યુ-ટ્યુબ પર પણ અપલોડ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ વીડિયોમાં રીના ફરી એક વખત પીળા રંગના ડ્રેસમાં જ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન તે જ્યારે સૌ પ્રથમ વખત સોશિયલ મીડિયામાં ચર્ચિત બની હતી, તેનું કારણ તેણે પહેરેલી પીળા રંગની સાડી જ હતી. તે પીળા રંગની સાડી અને કાળા રંગના ગોગલ્સમાં ચૂંટણી ડ્યુટી માટે ઈવીએમ મશીન લઈને જઈ રહી હતી અને તેના આ ફોટા સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની ગયા હતા. એ ડ્રેસમાં તે મોડલ જેવી જ દેખાતી હતી. 


આ વખતે રીના દ્વિવેદી ફરીથી પીળા રંગના ફૂલવાળા ડ્રેસમાં જ જોવા મળી રહી છે. આ વીડિયોમાં રીના એક રાજસ્થાની ગીત પર ડાન્સ કરી રહી છે. રીનાએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે અને તે પોતાના ઘરમાં જ એક ગીત પર ડાન્સ કરી રહી છે. રીનાનો અંદાજ અને ડાન્સ લોકોને એટલો ગમી ગયો કે તે ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....